થોડા દિવસો પહેલા એક ધાનેરામાં એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક પરિવારના તમામ દુ:ખ દૂર કરવા માટે 5 ભૂવાએ ભેગા થઈને એક પરિવારના 35 લાખ રુપિયા લીધા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા હતા.
વીડિયો વાયરલ થતા ચૌધરી સમાજ સાથે અર્બુદા સેના પણ આ બાબતમાં આવી હતી અને આગેવાનોએ મધ્યસ્થી કરાવી ભૂવાજી લાખો રુપિયા આપવા તૈયાર થયા હતા. બંને પક્ષે હાલ સમાધાન થઈ ગયુ છે. ભૂવાજીએ પરિવારની માફી પણ માંગી હતી.
5 ભૂવાઓએ ભેગા મળી પૈસા લીધા હતા
ભૂવાઓએ પરિવારના 2 ભાઈઓને કહ્યું હતું કે 82 વર્ષ પહેલા તમારા ઘરે કોઈએ માતા મૂકી છે જેના માટે તમારે ચેહર માતાની બાધા માનવી પડશે. તમે આમ કરશો તો તમારા દુ:ખો દૂર થવા લાગશે. તેવું કહીને 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટો માંગી હતી અને પરિવારે આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો પણ ઉતાર્યો હતો. જોકે આ બાબતે હવે સમાધાન થઈ ગયુ છે અને ભૂવાજીએ પૈસા પરત આપી દીધા છે. નીચે પ્રમાણેનો વીડિયો વાયરલ થયો હતો.