રાજ્યમાં અવાર નવાર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ગુજરાતમાં ધરતીકંપની ઘટનાઓમાં ફરી એકવાર વધી ગઇ છે. ગુજરાતના કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ધરતીકંપની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર નોંધાયુ છે. આજે સવારે 10.40ની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવામળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અનુસાર આ ધરતીકંપનો આંચકો 3.5 ની તિવ્રતાનો હતો. જો કે આ ધરતીકંપના કારણે કોઇ પણ જાનમાલના નુકસાન અંગેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. આ ઉપરાંત રિક્ટર સ્કેલ પર ધરતીકંપનો આંચકો હળવો હોવાના કારણે સામાન્ય નાગરિકોને ધરતીકંપની માહિતી પણ અન્ય વિજાણુ માધ્યમો દ્વારા મળી હતી. હાલ તો સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના નુકસાન અંગે માહિતી નથી.
વૈજ્ઞાનિકોએ એવી નવી ટેક્નિક વિકસાવી છે. જેનાથી ભૂકંપની વહેલી જાણકારી મળી શકશે. નાના ગુરુત્વાકર્ષણના સંકેતોની પહેચાન કરવા માટે ખાસ કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા છે, જેના સિગ્નલના ઉપયોગથી તરત જ મોટા ભૂકંપની આગાહી કરી શકાય છે. સાયન્સમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ એક નવી રીત છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ભૂકંપ વિજ્ઞાની રિચર્ડ એલને આ માહિતી આપી છે.