TRB જવાનની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર
શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની 24મીએ લેખિત પરીક્ષા
TRB જવાનની ભરતીની 10:30થી 12:30 સુધી લેખિત પરીક્ષા યોજાશે
TRB જવાનની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. TRB ભરતીની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી દેવાઇ છે. 24 જુલાઈના રોજ TRB જવાનની ભરતીની 10:30થી 12:30 સુધી લેખિત પરીક્ષા યોજાશે. જેમાં એકસાથે 1525 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવતી હોય છે. ત્યારે ગત વર્ષના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા 700 જેટલાં TRB જવાનોને ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂંકની ફરિયાદ થતાં ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી અમદાવાદમાં 700 જેટલા TRB જવાનોની નવી ભરતી બહાર પડાઇ હતી. જેમાં સૌ પ્રથમ 800 મીટરની ફિઝિકલ પરીક્ષા લેવાઇ હતી અને હવે શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાશે.
Ahmedabad Police @sanghaviharsh @InfoGujarat @GujaratPolice @AjayChoudharyIN @PoliceAhmedabad @DrLavina_IPS @Sushil_IPS @DrKananDesai @jayrajs99633108 pic.twitter.com/YkhpkEflya
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 19, 2022
વધુમાં જણાવી દઇએ કે, આ ભરતી માટે લગભગ 18000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. TRB જવાનોની ભરતી માટે 33900 જેટલા ફોર્મની અરજીઓ આવી હતી. જેમાં 20,148 જેટલી ઈન ક્રાઇટ એરિયા છે. જેમાં 18,000 પુરુષો અને 20146 જેટલી મહિલાઓ છે. જેમાંથી લગભગ 13,752 જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી. અંતે કુલ 18,000 જેટલી અરજીઓ જ ગ્રાહ્ય રાખવામાં આવી હતી.