ગુજરાત ચૂંટણી પહેલા આજે ફરીથી રાજ્યમાં 23 આઈએએસ ઓફિસરની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદના નવા કલેક્ટર ધવલ પટેલને બનાવવામાં આવ્યા છે. આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.આ સાથે દિલીપ રાણાની કચ્છના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એમ. થેન્નારસન અમદાવાદના કમિશનર બન્યા છે. જ્યારે ધવલ પટેલને અમદાવાદના નવા કલેક્ટર બનાવવામાં આવે છે.
તાજેતરમાં જ ગુજરાતના કેટલાક અધિકારીઓ કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટેરીના પદ માટે એમ્પેનલ્ડ થયા હતા. તેમાંના 5 અધિકારીઓને કેન્દ્રની કેબિનેટ સમિતિએ રવિવારે બઢતી સાથે બદલી આપી છે. આ પાંચ અધિકારીઓમાં અમદાવાદનાં મ્યુનિસપલ કમિશ્નર લોચન સહેરાનો પણ સમાવેશ થાય છે. લોચન સહેરાને ઇસરોમાં મુકાતા હવે અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર કોને બનાવાશે તે મુદ્દે ચર્ચા છેડાઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બનવું એ મહત્વની જગ્યા પર નિમણુંક મળ્યાનું ગૌરવ જરુર છે. પરંતુ આ પદ પર બેસવું એ કાંટાળા તાજ ને સાચવવા જેવુ છે.
એક સમયે આ જગ્યા પર મુકેશકુમાર જેવા સિનિયર અધિકારી પણ થાક્યા હતા. આ જગ્યા પર કોને મૂકાશે તેવા નામોની ચર્ચામાં એમ.થેનારસન, રાજકુમાર બેનીવાલ, અશ્વિની કુમાર, હરીત શુકલા જેવા નામો શામેલ હતા. અમદાવાદના નવા કમિશ્નર તરીકે એમ.થેન્નારસનની નિમણુંક થઈ છે ત્યારે નવા કલેકટર તરીકે ડૉ.ધવલ પટેલની નિમણુંક થઈ છે. જ્યારે રમેશ મેરજા બન્યા ભાવનગરના કલેક્ટર તરીકે તો કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી થઈ છે.
આ ઉપરાંત ધવલ પટેલના અમદાવાદ જવના કારણે સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર બન્યા છે. આ તરફ જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા તો ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક થઈ છે. તેમજ બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી થઈ છે. તાપી કલેકટર તરીકે બી.આર દવે, તો મહીસાગર કલેકટર પદે બી.કે.પંડયા અને લાંબા સમયથી રહેલી ભરુચ ડીડીઓ તરીકે પી.આર.જોશી પહોંચ્યા છે.