ગુજરાતના જામનગરમાં બોરવેલમાં ફસાયેલા બાળકને બચાવવામાં સફળતા મળી હતી. મંગળવારે સાંજે એક બે વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો હતો. 108 મેડીકલ ટીમ, ફાયર ટીમ અને જામનગરની સમગ્ર વહીવટી ટીમ દ્વારા 9 કલાકના રેસ્ક્યુ બાદ બાળકને બોરવેલમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. રાજુ નામના બે વર્ષના બાળકને શહેરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
માતા-પિતા મધ્યપ્રદેશના રહેવાસી છે
લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર અને 108ની ટીમ બાળકને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગઈ હતી. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના આઈસીયુમાં બાળકને સારવાર આપવામાં આવી રહી છે.
બોરવેલમાં ફસાયેલા બાળક રાજુના માતા-પિતા મધ્યપ્રદેશના રહેવાસી છે. આ ઘટના જામનગર શહેરથી 40 કિલોમીટર દૂર આવેલા તમચાણ ગામમાં બની હતી. અહીં એક આદિવાસી પરિવાર ખેતરમાં મજૂરી કરે છે.
સેનાને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી
બાળક શનિવારે સાંજે ખેતરમાં આવેલા બોરવેલમાં પડી ગયું હતું. ગ્રામજનો પાસેથી માહિતી મળ્યા બાદ સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું. જે બાદ ફાયર વિભાગના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થળ પર સેનાને પણ બોલાવવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકના માતા-પિતા 15 દિવસ પહેલા મધ્યપ્રદેશના ધારથી મજૂરી અર્થે જામનગર આવ્યા હતા. દંપતીને બે બાળકો છે.