- ફોટો કે વિડીયો મારફાટે ચૂંટણી પંચને ફરિયાદ કરી શકાશે
- ચૂંટણીપંચ 100 મિનિટમાં એક્શન લેશે
- ચૂંટણીમાં થતી ગેરરીતિ અટકાવવા એપ લોન્ચ કરાઇ
કેન્દ્રીય ચૂંટણીપંચે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી જાહેર કર્યું છે કે આવનારા વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી સમયસર જ થશે. 2022માં ગુજરાત, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ફાઈનલ વોટર લિસ્ટ 5 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ વખતની ચૂંટણીમાં મતદાનનો સમય 1 કલાક વધારવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આયોગે ચૂંટણીમાં લોકોને cVIGIL એપનો ઉપયોગ કરવા સૂચના આપી છે. જો ચૂંટણીમાં કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોય તો એની ફરિયાદ આ એપ પર નોંધાવી શકાશે. આ એપ 3 વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. કેવી રીતે આ એપની મદદથી ટ્રાન્સપરન્સી લાવી શકાય છે.
ચૂંટણીપંચે ગેરરીતિ રોકવા માટે આ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી મતદારો આચારસંહિતાના ઉલ્લંઘનની માહિતી સીધી ચૂંટણીપંચને આપી શકે છે. આ એપ એન્ડ્રોઈડ અને iOS બંને માટે અવેલેબલ છે. એપ કેમેરા અને GPS પરમિશન માગે છે. મે 2019માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ એપનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો.
એપ ઈન્સ્ટોલ કરી નામ, એડ્રેસ, રાજ્ય, જિલ્લો, વિધાનસભા અને પિનકોડ સબમિટ કરી રજિસ્ટ્રેશન કરો. OTPથી વેરિફિકેશન કરો. હવે એપ પર ફરિયાદ કરવા માટે ફોટો અથવા કેમેરાને સિલેક્ટ કરો. 2 મિનિટ સુધીનો વીડિયો અપલોડ કરી શકાશે. કન્ટેન્ટ રિલેટેડ ડિટેલ બોક્સમાં લખો.
જે જગ્યાની ફરિયાદનો વીડિયો અથવા ફોટો હોય યુઝરનું લોકેશન પણ એ જ જગ્યાનું હોય એ જરૂરી છે. એપ પર ફોટો કે વીડિયો અપલોડ કર્યા બાદ યુઝરને યુનિક આઈડી મળશે. આ આઈડીની મદદથી ફરિયાદનું ફોલોઅપ લઈ શકાશે. એપમાં યુઝરની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે. એપમાં પહેલાં રહેલાં વીડિયો અથવા ફોટો કન્ટેન્ટ અપલોડ નહીં થાય. એપમાં રેકોર્ડ કરેલાં વીડિયો અને ફોટો ગેલરીમાં સેવ નહીં થાય.