ભજીયા તો ઘણી પ્રકારના ખાધા હશે પરંતુ શું તમે ક્યારેય કેળાના ભજીયા ટ્રાય કર્યા છે, આજે આપણે કેળાના ભજીયા બનાવવાની રીત જાણીશું.
કેળાના ભજીયા બનાવવાની સામગ્રી
- કાચા કેળા- 4
- ચણાનો લોટ – 1 મોટી વાટકી
- મીઠું – સ્વાદ મુજબ
- મરચું- સ્વાદ મુજબ
- જીરું-1 ચમચી
- આમચૂર પાવડર-1 ચમચી
- પાણી – જરૂરિયાત મુજબ
- તેલ- પકોડા તળવા માટે
કેળાના ભજીયા બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌપ્રથમ કેળાની છાલ ઉતારીને જાડા ટુકડા કરી લો અથવા પાતળી લંબાઈમાં ચિપ્સ બનાવી લો.
સ્ટેપ- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, મરચું,જીરું અને 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
સ્ટેપ- 3
હવે થોડું પાણી ઉમેરીને બેટર બનાવીને ચણાના લોટના મિશ્રણમાં સમારેલા કેળાના ટુકડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
સ્ટેપ- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી કેળાના ટુકડાને ચણાના લોટમાં કોટ કરીને ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. બંને બાજુ સારી રીતે તળીને પછી એક પ્લેટમાં કાઢીને લીલી ચટણી ગરમા-ગરમ સાથે સર્વ કરો .