પુડલાની ઘણી વેરાયટી હોય છે. તમે વિવિધ પ્રકારના પુડલાની રેસિપી ટ્રાય કરી પણ હશે. પરંતુ તમે ક્યારેય ચોખાના પુડલા નહીં ટ્રાય કર્યા હોય. ગુજરાતી જાગરણ આજે તમને ચોખાના લોટના પુડલા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે. આની અંદર લીલા શાકભાજી પુડલાના સ્વાદને બે ગણો કરે છે. જેથી ઘણા લોકો આને ચોખાના લોટના વેજીટેબલ પુડલા પણ કહે છે.
ચોખાના લોટના પુડલા બનાવવાની સામગ્રી
- ચોખા,
- લીલા મરચા,
- ડુંગળી,
- આદુ,
- બાફેલા બટાકા,
- ગાજર,
- કેપ્સિકમ,
- ટામેટા,
- પાલક,
- કોથમરી,
- મીઠું,
- લાલ મરચું પાવડર,
- જીરું,
- બેકિંગ સોડા,
- તેલ.
ચોખાના લોટના પુડલા બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ ચોખાને 3-4 કલાક માટે પલાળી રાખો અને લીલા મરચા-આદુના ટુકડાને મિક્સરમાં નાખીને બારીક પીસી લો, બાફેલા બટાકાને છીણીને મિક્સરમાં નાખીને પીસી લો.
સ્ટેપ-2
હવે આ બેટરને એક બાઉલમાં કાઢી તેમાં તમામ શાકભાજી ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ- 3
હવે તેમાં બેકિંગ સોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
સ્ટેપ- 4
હવે ગેસ પર એક નોન-સ્ટીક પેન ગરમ કરી તેમાં 1 ચમચી તેલ નાખીને બેટરને પેનમાં સરખી રીતે ફેલાવો.
સ્ટેપ- 5
પુડલાને 2 થી 3 મિનિટ સુધી ચડવા દો જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થાય પછી તેની બીજી બાજુથી પણ શેકો. તેને કોથમીર અથવા પાલકથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.