Food News: પાત્રા તો તમે ખાધા હશે. પરંતુ પાત્રાના પાનમાંથી જ બનતા પાત્રા બાઈટ્સની વાનગી વિશે આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે. જે પાત્રા કરતા તદન અલગ હોય છે. તેનો ટેસ્ટ પણ મજા પડે તેવો હોય છે.
પાત્રા બાઇટ્સ બનાવવાની સામગ્રી
- પાત્રાના પાન,
- લીલા ધાણા,
- એક ચમચી આદુ મરચાની પેસ્ટ,
- બે ચમચી ધાણાજીરું પાવડર,
- અડધી ચમચી લાલમરચું પાવડર,
- અડધી ચમચી હળદર,
- અડધી ચમચી ગરમ મસાલો,
- મીઠું,
- હીંગ,
- થોડો ચોખાનો લોટ,
- આંબલીનું પાણી ,
- ચોખાનો લોટ,
- સફેદ તલ,
- તેલ,
- ગોળ
- ચણાનો લોટ.
પાત્રા બાઇટ્સ બનાવવાની રીત
- પાત્રાના પાન લઈ, તેને ધોઈ સાફ કરી તેમાથી ડાંડલીઓ કાઢો લો. પછી પાત્રાને ગોળવાળી પતલા સમારી લો. નુડલ્સ જેવા સમારવાના છે.
- પછી તેમા સમારેલા લીલા ધાણા, એક ચમચી આદુ મરચાની પેસ્ટ, બે ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી લાલમરચું પાવડર, અડધી ચમચી હળદર,
અડધી ચમચી ગરમ મસાલો, મીઠું, હીંગ, થોડો ચોખાનો લોટ ઉમેરો. પછી બધુ મિક્સ કરો. - હવે તેમા એક વાટકો ચણાનો લોટ, ગોળ ઉમેરી મિક્સ કરો.
- પછી થોડો અજમો અને નાની વાટકી આંબલીનું પાણી ઉમેરી મિક્સ કરો. પછી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. લોટ થોડો જાડો રાખવાનો છે.
- હવે ઢોકળીયાની પ્લેટમાં તેલ લગાવી આ મિશ્રણ તેના પર પાથરી દો. ઉપર થોડા સફેદ તલ ઉમેરી દો.
- પછી ઢોકળીયામાં તેને બાફી લો. 15 મિનિટ જેવું થશે.
- પછી પ્લેટ બહરા કાઢી ઠંડી થવા દો અને ચપ્પાની મદદથી ઢોકળા પાડી દો.
- હવે કઢાઈમાં તેલ લો. તેમા રાઈ, હીંગ, મીઠા લિમડાના પાન ઉમેરો. પછી તેમા ઢોકળા ઉમેરી મિક્સ કરો દો.