મીઠાઈ લોકોને ખૂબ જ પસંદ હોય છે. જોકે, એક જ પ્રકારની મીઠાઈઓ ખાઈને ઘણીવાર કંટાળો આવવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે મીઠાઈમાં કંઈક અલગ અને સ્વાદિષ્ટ શોધી રહ્યા છો તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ કોકોનટ રબડીની સરળ રેસિપી.
સામગ્રી
- 1 લીટર ફુલ ક્રીમ દૂધ
- 1/2 કપ છીણેલું નારિયેળ
- 1/2 કપ ખોયા
- ખાંડ સ્વાદ મુજબ
- કાજુ, એલચી, ઝીણી સમારેલી બદામ અને પિસ્તા
- થોડું કેસર
- ગુલાબની પાંખડીઓ (ગાર્નિશ કરવા માટે)
કોકોનટ રબડી બનાવવાની રીત
- કોકોનટ રબડી બનાવવા માટે સૌથી પહેલા એક નાના બાઉલમાં ગરમ પાણીમાં 10-15 કાજુને પલાળીને 15 મિનિટ માટે અલગ રાખી દો.
- આ પછી એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધ નાખીને તેમા ઉભરો ન આવે ત્યાં સુધી ગરમ કરો.
- આ પછી ગેસની આંચ ધીમી કરીને દૂધને 3/4 માત્રા થાય ત્યાં સુધી પકાવતા રહો.
- આ કરતી વખતે દૂધ બળી ન જાય તે માટે તેને સતત હલાવતા રહો.
- હવે દૂધમાં કેસર અને ખોયા મિક્સ કરીને થોડી વાર હલાવતા રહો.
- જ્યારે દૂધ કડાઈની કિનારી પર ચોંટી જવા લાગે ત્યારે તેને કાઢી લો.
- હવે પલાળેલા કાજુને મિક્સરમાં બારીક પીસીને પેસ્ટ બનાવી લો.
- હવે આ મિશ્રણમાં ખાંડ અને છીણેલું નારિયેળ નાખીને સારી રીતે ત્યાં સુધી હલાવો જ્યાં સુધી દૂધ ઘટ્ટ ન થવા લાગે.
- હવે તેમાં કાજુની પેસ્ટ નાખીને ત્યાં સુધી પકાવતા રહો જ્યાં સુધી તેની કચાશ દૂર ન થઈ જાય.
- હવે મિશ્રણમાં એલચીનો ભૂકો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- રબડીને આંચ પરથી ઉતારીને ઠંડી થવા દો.
- તમારી ટેસ્ટી કોકોનટ રબડી બનીને તૈયાર છે.
- તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપર ગુલાબની પાંખડીઓ અને સમારેલા બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો.