દર 10 માથી એક વ્યક્તિ ખોરાકજન્ય રોગોથી પીડાય છે
આજે સમગ્ર દુનિયામાં ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણી
આ વર્ષના વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ ‘સલામત ખોરાક, વધુ સારું સ્વાસ્થ્ય’
દર વર્ષે 7 જૂનના રોજ ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખાદ્ય સુરક્ષા વિશે જાગૃત કરવાનો છે. ત્યારે બગડેલા અને દૂષિત ખોરાક ખાવાથી દર વર્ષે હજારો લોકો બીમાર પડે છે અને ગંભીર રોગોનો ભોગ બને છે. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષાનો હેતુ એ પણ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત માત્રામાં સુરક્ષિત અને પૌષ્ટિક ખોરાક મળે.
WHO અનુસાર, વિશ્વભરમાં 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસ માટે થીમ નક્કી કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ માર્ચમાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની થીમ જાહેર કરી હતી. આ વર્ષના વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ ‘સલામત ખોરાક, વધુ સારું સ્વાસ્થ્ય’ છે. WHOએ આ માટે એક અભિયાન પણ શરૂ કર્યું છે, જેથી વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપી શકાય. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો ધ્યેય ખોરાકજન્ય રોગોના જોખમને અટકાવવા, શોધી કાઢવા અને તેનું સંચાલન કરીને લોકોના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવાનો છે.
WHO ના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે દર 10 માંથી એક વ્યક્તિ વાર્ષિક ખોરાકજન્ય રોગોથી પીડાય છે. સલામત ખોરાક સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, ત્યારે અસુરક્ષિત ખોરાક વિવિધ રોગો તરફ દોરી શકે છે.ખરાબ ખોરાકની ગુણવત્તા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, જે વ્યક્તિના વિકાસને અસર કરે છે. આનાથી સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ, બિનચેપી અને ચેપી રોગોની સાથે માનસિક બીમારીઓનું જોખમ વધે છે.ખોરાકજન્ય રોગો સામાન્ય રીતે આંખને દેખાતા નથી અને તે ચેપી, ઝેરી હોય છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ધ્યેય આ સંદેશ આપવાનો છે કે પાકના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, તૈયારી અને ખાવાના દરેક તબક્કે ખાદ્ય સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.