કોઈ પણ ધંધાની વાત કરીએ તો કોઈ સિંગર હોય કે પછી કોઈ ક્રિકેટર હોય પરંતુ દરેકના લોહીમાં એક આવડત હોય છે
રાત્રે કોલ કરીને પણ પૂછતા હોય છે કે ઘુઘરા મળશે કે નહીં
તેઓ ટેબલ પર ઘૂઘરા વેચતા હતા
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી રોડ પર આ પેઢી જામનગરના સ્પેશિયલ ઘૂઘરા વેચી રહી છે. જે રોજના 1200 થી 1500 નંગ જેટલા વેચે છે.જામનગરના આ સ્પેશિયલ ઘુઘરા વેચતા સ્ટોલ માલિકનું નામ છે કપિલ ભટ્ટી. કપિલે ઘૂઘરાની શરૂઆત કરી તે પહેલા તે જોબ કરતા હતા. બાદમાં પરિસ્થિતિ અને સમય સંજોગ અનુકૂળ ન આવતા તેમણે જોબ છોડી દીધી અને ઘુઘરા વેચવાની શરૂઆત કરી. આપણે કોઈ પણ ધંધાની વાત કરીએ તો કોઈ સિંગર હોય કે પછી કોઈ ક્રિકેટર હોય પરંતુ દરેકના લોહીમાં એક આવડત હોય છે. એટલે ઘુઘરામાં જોયું તો તેમના માતા પણ સારા કૂક છે. તો આ વસ્તુમાં તેઓ ઝંપલાવે તો વધારે અનુકૂળ રહેશે અને સફળતા જરૂર મળશે આ વિચાર સાથે તેમણે ઘુઘરા વેચવાની શરૂઆત કરી.
તેમની દુકાન પર હાલમાં પણ ઘૂઘરા ખાવાના રસિકો દૂર દૂરથી આવે છે. જેમાં અમદાવાદના વાસણા, બાપુનગર, નરોડા, બોપલ, વસ્ત્રાલ જેવા વિસ્તારમાંથી અહીં ટેસ્ટ માટે આવે છે. ઘણીવાર ઘુઘરાના રસિકો રાત્રે કોલ કરીને પણ પૂછતા હોય છે કે ઘુઘરા મળશે કે નહીં. આખા દિવસની અંદર સવારે 500 થી 600 નંગ અને સાંજના સમયે 700 થી 800 નંગ ઘુઘરા વેચાય છે. જે માત્ર 3 કલાકમાં જ વેચાઈ જાય છે. સવારના 3 કલાક અને સાંજના 3 કલાક એમ કુલ મળીને રોજના 1200 થી 1500 જેટલા નંગ વેચાય છે. જે આટલી મોટી સંખ્યામાં બીજે ક્યાંય વેચાતા જોવા મળતા નથી.
તેમનો જે ધ્યેય એવો હતો કે એક નાનકડી શરૂઆત કરી મોટા બિઝનેસ સુધી પહોંચવું. જે આજે સફળ થયો છે. તેમની શરૂઆત 500 રૂપિયાથી શરૂ થઈ હતી. જે આજે એક નાનકડી દુકાન સ્વરૂપે તેઓ બિઝનેસ ચલાવી રહ્યા છે. પહેલા તેઓ ટેબલ પર ઘૂઘરા વેચતા હતા. ત્યારબાદ લારી પર વેચતા હતા. અત્યારે નાનકડી દુકાન ભાડે રાખી ઘૂઘરા વેચી રહ્યા છે. આજના સમયમાં પણ તેમની દુકાન પર ફક્ત 25 રૂપિયામાં ઘૂઘરા મળી રહ્યા છે.
માત્ર ધોરણ 10 ભણેલો વ્યક્તિ આજે રોજના 1200 થી 1500 નંગ ઘુઘરા વેચી રહ્યો છે. 2010 સુધીમાં તેઓ 10 રૂપિયામાં 3 નંગ ઘુઘરા વેચતા હતા. પરંતુ સમયની સાથે ભાવ વધતા અત્યારે હાલમાં 25 રૂપિયામાં ૩ નંગ આપે છે. તેમના ઘુઘરાનો ટેસ્ટ અમદાવાદ નહિ પરંતુ આખા ગુજરાતમાં આવો ટેસ્ટ બીજે ક્યાંય જોવા નહીં મળે. ખાસ વાત એ છે કે જો ગ્રાહકને અનુકૂળ ન આવે અને જરૂરી ટેસ્ટ ન મળે તો પૈસા પાછા આપવાની શરત પણ રાખે છે.
ઘુઘરા લોકોની મુખ્ય પસંદગીનું કારણ ઉત્તમ ક્વોલિટી છે. જેમાં સવારનો માલ સવારે અને સાંજનો માલ બપોરે બનાવવામાં આવે છે. જેમાં ખજૂરની ચટણી, કોથમીર અને મરચાંની ચટણી, લાલ મરચાં અને લસણની તીખી ચટણી છે. ઘુઘરાની અંદરના માવાની વાત કરીએ તો તેમાં બાફેલા બટાકાના નોર્મલ માવામાં મીઠું, મરચું અને ગરમ મસાલો નાખીને બનાવવામાં આવે છે. તેમાં શરીરને નુકસાન થાય તેવો અન્ય ખાદ્ય પદાર્થ કે મસાલો ઉમેરવામાં આવતો નથી. જેનાથી ક્વોલિટી જળવાઈ રહે છે.