ફળોની વાડીયોનો પ્રદેશ એટલે વલસાડ. આ જિલ્લો જગ વિખ્યાત વલસાડી હાફૂસ કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે. વલસાડની કેરીની બોલબાલા હોય છે.અને તમતમતા ચટાકેદાર ઉંબાડિયાની બોલ બાલા રહે છે. ઉંબાડિયું વલસાડ જિલ્લામાં સૌથી મનપસંદ વાનગી છે. સૌ પ્રથમ જાણિએ આ ઉબાડીયું કેવી રીતે બને છે.ઉંબાડીયુ મુખ્યત્વે સક્કરિયા, રતાળુ, બટેટા જેવા કંદમૂળ અને લીલી પાપડીમાંથી બને છે.
ઉંબાડીયાની એક વિશેષતા એ છે કે, તેમા એક પણ ટીપું તેલનું વપરાતું નથી. ઉબાડીયુ બનાવવા માટે સક્કરિયા, રતાળુ અને બટેટા અને લીલી પાપડીને સાફ કરીને તેમા હળદર સહિત અન્ય દેશી મસાલાને ભરીને તેને આ વિસ્તારમાં મલતી એક વિશેષ વનસ્પતિમાં વિંટાડીને માટીના માટલામાં ભરીને પેક કરી દેવામાં આવે છે.ત્યાર બાદ લાકડા અને છાણાંના સડગતા ભઠા પર માટલાને ઉંધુ કરીને મુકવામાં આવે છે. લાંબા સમય સુધી તેને તપાવીને પછી એ ગરમા ગરમ બાફેલા ઉબાડિયાને લીલા મરચા ધાણાની તીખી ચટણી સાથે ખાવા માટે તૈયાર થઈ જાય છે.
જંકફૂડના જમાનામાં તેલ વિના તૈયાર થયેલ તીખા તમતમતા ચટાકેદાર ઉબાડીયાનો ચસ્કો નાના બાળકોથી લઈને મોટા લોકોને લાગે છે. ઉબાડીયાના સ્ટોલ પર લોકો ઉબાડીયાના સ્વાદની મોજ માટે ઉમટી પડે છે.સંપૂર્ણ તેલ રહિત માત્ર કંદમૂળને માટીના માટલામાં બાફીને બનાવવામા આવતું હોવાથી તેના સ્વાદ સાથે ઉઁબાડીયાની સુગંધ પણ લોકોને તેના તરફ આકર્ષવા કાફી છે.લીલા શાકભાજી અને કંદમૂળ ને ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા નું વિજ્ઞાન પણ માને છે ત્યારે તેલ રહિત ઉઁબાડીયુ સૌથી ઉત્તમ હેલ્થ ટૉનિક પણ માનવા મા આવે છે .