થેપલા ગુજરાતીઓની ઓળખસમા બની ગયા છે. બહાર ફરવા જવાનું હોય તો ઘણા ગુજરાતીઓ સાથે થેપલા લઈ જવાનું ભૂલતા નથી. થેપલા અનેક સામગ્રી સાથે બનાવવામાં આવે છે. આજે મેથી સાથે અન્ય મસાલા ઉમેરી ટેસ્ટી થેપલા કેવી રીતે બનાવવા તેની રેસીપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
થેપલા બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ
- લીલી મેથીના પાન
- કોથમીર
- ચણાનો લોટ
- લીલા મરચા
- લસણ
- આદુ
- સફેદ તલ
- અજમો
- દહીં
- લાલ મરચું પાવડર
- મીઠું
- તેલ
થેપલા બનાવવાની રીત
સ્ટેપ-1: સૌ પ્રથમ મેથીને પાણીથી ધોઈ સાફ કરીને તેને એક વાસણમાં મેથી સમારી લો.
સ્ટેપ-2: હવે એક વાસણમાં ઘઉંનો લોટ,ચણાનો લોટ,મેથીના પાન,લીલા મરચા,લસણ,આદુ,સફેદ તલ,અજમો,દહીં,લાલ મરચું પાવડર,મીઠું,તેલ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ-3: હવે તેમાં થોડુ પાણી ઉમેરીને લોટ બાંધીને થોડી વાર સેટ થવા દો અને પછી તેના લૂઆ બનાવી લો.
સ્ટેપ-4: હવે એક પાટલા અને વેલણની મદદથી લૂઆમાંથી થેપલા વળી લો.
સ્ટેપ-5: હવે એક તવાને ગરમ કરી તેની પર થેપલા મૂકી તેલ લગાવીને શેકી લો. તૈયાર છે મેથીના ટેસ્ટી થેપલા તમે દહીં,ચટણી કે અથાણા સાથે સર્વ કરી શકો છો.