આમદવાદમાં આવ્યો છે ખાખરનો મોલ
અહી ખાખરાની 70થી વધુ વેરાયટી જોવા મળે છે
1800 સ્ક્વેર ફૂટમાં આવેલ આ મોલ મહિલા ચલાવે છે
ગજરાતનુ નામ પડે એટલે લોકોને ફાફડા, જલેબી, ખમણ અને ખાખરા જ યાદ આવે. ગુજરાતીઓનો હળવો નાસ્તો આટલે ખાખરા! ખાખરા એ ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતી ભોજનમાં જોવા મળતી આઈટમ છે. તે મેટ બીન, ઘઉંના લોટ અને તેલમાંથી બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે નાસ્તા દરમિયાન પીરસવામાં આવે છે.ગુજરાતના ખાખરા જ્યારે વર્લ્ડ ફેમસ છે ત્યારે શું તમને ખબર છે કે અમદાવાદમાં ખાખરાનો આખો એક મોલ આવેલ છે! અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલો પ્રખ્યાત ખાખરાનો મોલ જે અમદાવાદનો સૌથી મોટામાં મોટો છે.
જેનું નામ દાસ ખાખરાવાળા છે. આ મોલ 1800 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે. જેમાં નમકીન વેરાયટી ખાખરા, પાપડ, ભાખરવડી, શરબત, ગાંઠીયા, સેવ, અથાણાં વગેરે જેવી 35 થી પણ વધારે વસ્તુઓ જોવા મળે છે. તથા દરેક નમકીન વસ્તુઓની ઓછામાં ઓછી 10 જેટલી વેરાયટી પણ મળી રહે છે. જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીમાં છે. આ ખાખરાનો ભાવ તેના ટેસ્ટ આધારિત અલગ-અલગ હોય છે.પાછી નવાઈની વાત એ છેકે આવડો મોટો મોલ એક મહિલા ચલાવે છે. જેમનું નામ ચારુલબેન પટેલ છે. તેમના ગાથાની વાત કરીએ તો કોરોનાની કપરી પરિસ્થિતિ બાદ અસામાન્ય સ્થિતિમાં ધીમે ધીમે ખાખરા વેચવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ લોકોની તેમના પ્રત્યેની લાગણી અને ટેસ્ટી નમકીન વસ્તુની લોકોમાં માંગ વધતા તેમણે મોલ ચાલુ કર્યો. અત્યારે આખા અમદાવાદમાં દાસ ખાખરાવાળાના નામે પ્રખ્યાત બની ગયા છે.દાસ ખાખરા વાળાને ત્યાં ખાખરાની 70 થી પણ વધારે વેરાયટી જોવા મળે છે.
ખાખરા પણ માર્કેટમાં અલગ-અલગ ફ્લેવરમાં જેવા કે મેથી, જીરા, બાજરી, ફુદીના, લસણ, અજવાઇન, પાણીપુરી, વડાપાવ, પાવ ભાજી અને પીઝા જેવી અનેક જાતોમાં બનાવવામાં આવે છે. મુંગડી એ ખાખરાનો એક મીઠો પ્રકાર છે. આ ઉપરાંત ભાવનગરના પ્રખ્યાત ભાવનગરી ખાખરા જે પ્રવાસે જતા લોકો વધારે વાપરે છે.અહી આપને ખાખરા બનાવવાની રીત પણ જનવશું: સૌ પ્રથમ ઘઉંનો લોટ, મીઠું અને મસાલાને મિશ્રિત કરવામાં આવે છે. સોફ્ટ લોટ બનાવવા માટે તેલ, પાણી અથવા દૂધ ઉમેરીને ભેળવી દેવામાં આવે છે. આ લોટને પછી નાના બોલમાં ફેરવવામાં આવે છે અને ચપટી કરવામાં આવે છે. આને પછી ધીમી આંચ પર શેકવામાં આવે છે અને લાકડાના પ્રેસ દ્વારા દબાવવામાં આવે છે. જ્યાં સુધી ચપળ અને આછો બ્રાઉન રંગનો ન થાય ત્યાં સુધી તપાવવામાં આવે છે. અંતે લાકડા દ્વારા પ્રેસ કરવામાં આવેલ લોટ કડક રોટલી જેવો દેખાય છે. જેને આપણે ખાખરા કહીએ છીએ.