પવિત્ર શ્રાવણ માસ એટલે ઉપવાસ અને વ્રતનો મહિનો
આ ફારાળી સ્વરુપમાં ગમે તેટલું ખાસો તો પણ વજન વધવાની ચિંતા નહીં રહે
સ્વાદા તમારી જીભ પર ચોટી જશે
શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને વ્રતનો મહિનો. આ મહિનામાં ઘણા લોકો ડુંગળી-લસણ તો મૂકે જ છે કેટલાક લોકો ઉપવાસ એકટાણા પણ કરતા હોય છે. હવે જો આખો મહિનો એકટાણું હોય તો રોજ શું એકના એક બટેટા, સાબુદાણા અને સામાની ખીચડી ખાવી. આજે ટ્રાય કરો થોડું હટકે જેનો સ્વાદા તમારી જીભ પર ચોટી જશે અને તમારી ભાવતી આઈટમ પિઝ્ઝાને તમને આ ફારાળી સ્વરુપમાં ગમે તેટલું ખાસો તો પણ વજન વધવાની ચિંતા નહીં રહે. તો ચાલો આજે જાણીએ ફરાળી પિઝાની રેસિપિ. એકવાર તમે પણ ટ્રાય કરો પછી કહેશો કે નહીં આ તો Wow છે.
સામગ્રી
- રાજગરાનો લોટ
- કેચઅપ
- ચીઝ.
- બાફેલાં બટાકાં
- લાલ મરચું (સ્વાદ મુજબ)
- સિંધાલુ મીઠું (સ્વાદ મુજબ)
- બે ચમચી તેલજરૂર મુજબ ઘી
બનાવવાની રીત
એક વાટકી રાજગરાના લોટમાં સ્વાદ અનુસાર સિંધાલુણ અને બે ચમચી તેલ નાખી ભાખરી જેવો કડક લોટ બાંધી લો. ત્યારબાદ આ લોટની જાડી ભાખરી વણી લો. હવે આ ભાખરીને ઘી લગાવી તવા પર સેકો. ભાખરીને એક સાઈડથી કડક શેકી લેવી.
તે પછી આ ભાખરી પર ટોમેટો કેચઅપ લગાવી બાફેલા બટાકાના નાના-નાના પીસ અને લાલ મરચું લગાવી ઉપર ચીઝને ખમણી દો. ત્યારબાદ 2 મિનિટ માઇક્રોવેવમાં બેક કરી લો અથવા તવી પર શેકી લો, જેથી ચીઝ મેલ્ટ થઈ જશે અને ટેસ્ટ એમદમ યમ્મી લાગશે.