જો તમે ખાવાના શોખીન છો તો તમારે ગુજરાતી ભાખરી ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આ વાનગી માત્ર ગુજરાતીઓની જ નહીં પરંતુ ભારતમાં લગભગ દરેક વ્યક્તિની પહેલી પસંદ છે. તો, આજે અમે તમને ઘરે ભાખરી બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છીએ, જેને તમે ચા કે શાક સાથે સર્વ કરી શકો છો.
બનાવવાની રીત
ભાખરી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ નાખી તેમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
પછી જીરુંને ધીમી આંચ પર શેકી લો અને તેને બરછટ પીસી લો અને લોટમાં ઉમેરો. હવે લોટમાં ઘી ઉમેરી ગરમ પાણી વડે મસળી લો.
હવે લોટને થોડીવાર ભેળવો જેથી લોટમાં બધો જ મસાલો મિક્સ થઈ જાય. આ પછી, લોટને લગભગ 10 થી 15 મિનિટ માટે રાખો.
10 થી 15 મિનિટ પછી કણકમાંથી નાના-નાના બોલ્સ કાઢીને રોટલીની જેમ વાળી લો, પણ તેને રોટલી કરતા થોડા જાડા બનાવો.
હવે ગેસ પર તવાને ગરમ કરો અને ભાખરીને બંને બાજુથી ધીમી આંચ પર પકાવો. જ્યારે ભાખરી બંને બાજુથી બ્રાઉન રંગની થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો.