આ હોટલમાં મળે છે ચોકીદાર સ્પેશિયલ પરોઠા
રાજકીય પાર્ટીઓ સ્વાદની સફર પણ કરાવી રહી છે આ હોટેલ
દિલ્હીના કનોટ પ્લેસ પાસે આવી છે આ હોટેલ
લોકો ખાવા-પુવાના શોખીન છે. લોકો રોજે નવી નવી વાનગીઓ એક્સ્પ્લોર કરતાં હોઇય છે. આવા સમયે હોટેલ માલિકો પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ નુસ્ખાઓ અજમાવતા હોય છે. જેમાં ખાસ વાનગીઓના વિવિધ નામ આપવામાં આવે છે. ખાણી-પીણીમાં પણ કંઈક નવું કરવાના હેતુંથી કેટલીક હોટેલે પોતાના મેનુને ચૂંટણીનો સ્પર્શ આપ્યો છે. તમે ભલે કોઈ રાજકીય પાર્ટીના સમર્થક હો કે ન હો. અહીં દરેક જાણીતી પાર્ટીનું મેનું કાર્ડ અને તેની સ્વાદિષ્ટ આઈટમનો ટેસ્ટ માણવા મળશે. ટૂંકમાં રાજકીય પાર્ટીઓ સ્વાદની સફર પણ કરાવી શકે છે.
ચોકીદાર પરોઠા, આમ આદમી પાસ્તા આ ઉપરાંત યુનાઈટેડ ઈન્ડિયા થાળી. જેમાં દેશના તમામ રાજ્યના વ્યજનોને સમાવી લેવામાં આવ્યા છે. આ સિવાય ચૂંટણી સ્પેશ્ય થાળી તૈયાર કરવામાં આવી છે. આ બધું ક્યાં એ સવાલ થયો હશે. દિલ્હીના કનોટ પ્લેસ પાસે આવેલા આરડોર 2.1 રેસ્ટોરાંમાં આ વાનગીઓ મળશે. આ રેસ્ટોરાંના માલિક સુવીત કાલરા કહે છે કે, ચૂંટણીના માહોલમાં ચૂંટણીને લગતી ડીશ તૈયાર કરી છે. આ માટે છેલ્લા કેટલાક સમયથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું
યુનાઈટેડ ઈન્ડિયા થાળીમાં લોકોને સમગ્ર દેશની જાણીતી વાનગીઓનો ટેસ્ટ માણવા મળશે. આ થાળી વેજ અને નોનવેજ એમ બંને ટેસ્ટમાં મળી રહેશે. નોનવેજમાં જે તે પ્રદેશની નોનવેજની વાનગી મળશે જ્યારે વેજડીશમાં જે તે પ્રદેશની વેજ વાનગી મળી રહેશે. એક ગ્રૂપમાં આઠથી દસ વ્યક્તિ આ થાળીમાં સરળતાથી જમી શકે એટલી માત્રા આપવામાં આવે છે. આ સિવાય બાળકો માટે આ પ્લેટ એક લર્નિગ પ્લેટ પણ બની શકે છે.
યુનાઈટેડ ડીશમાં વાલીઓ પોતાના બાળકોને જે તે રાજ્યમાં ખાણી-પીણીની આઈટમ મૂકીને પૂછી શકે છે કે, આ ક્યુ રાજ્ય છે. ત્યાં શું જાણીતું છે. આમ યોગ્ય જવાબ અહીં રેસ્ટોરાંમાંથી મળી રહેતા માહિતીમાં વધારો થાય છે અને જનરલ નોલેજ પણ વધે છે. આ થાળીની કિંમત 1999રુ.થી લઈને 2999રુ. સુધી છે. ચૂંટણીના શબ્દોની વાત કરવામાં આવે તો ચોકીદાર શબ્દ આ વખતે ખૂબ ટ્રેન્ડી રહ્યો હતો. તેથી અહીં એક ચોકીદાર ડીશ પણ મળી રહેશે.
આ સિવાય અહીં એક ચોકીદાર પરોઠા પણ ટેસ્ટ કરવા જેવા છે. આ સિવાય ગઠબંધન ટેસ્ટ પણ માણવા મળશે. ટૂંકમાં અહીં એવી પણ વાનગી છે જે વિપક્ષમાં છે. અહીંના કેફે બોકનમાં મળી રહેશે. વિપક્ષની ડીશ. જેના ઈલેક્શન મેનુંમાં આમ આદમી પાસ્તા મળશે. ઉપરાંત રાહુલ સ્પેશ્યલ ગઠબંધન ફ્રેચ ફ્રાયઝ મળશે, મોદી મેજિક પનીર રોલ. સમગ્ર વાનગીઓના સર્જક શૅફ ગજિંદર કહે છે કે, આ એક ખાસ પ્રકારની ડીશ છે. જેમાં મિક્સ સોસ અને ઈટાલીયન ચીઝસોસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.