ગુજરાતીઓનો સૌથી ફેવરિટ નાસ્તો ઢોકળાં
માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકાય છે
ઢોકળા બનાવવા માટે શુ જરૂર પડે?
ગુજરાતનો ફેમસ નાસ્તો ઢોકળા હવે ગુજરાતમા જ નહિ, પરંતુ આખા દેશમાં બહુ જ શોખથી ખાવામાં આવે છે. હેલ્ધી હોવાથી તે ભારતીયોના નાસ્તામાં સામેલ થયો છે. ઢોકળા બનાવવામાં પહેલા જ્યા બહુ જ જફા થતી હતી, ત્યાં આજે અમે તમને ઢોકળા બનાવવાની સરળ રેસિપી બતાવીશું. આજે અમે બતાવીશું કે કેવી રીતે માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકો છે. જાણી લો ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની રીત:
1 કપ બેસન
1 મોટો ચમચો રવો
2 કાપેલા લીલા મરચાં
2 ઈંચ ટુકડા આદુને ક્રશ કરવું
અડધો કપ દહી
1 ચમચી Eno
ચપટી હળદર પાવડર
1 નાની ચમચી ખાંડ
1 અડધી ચમચી તેલ
¼ કપ પાની
- આવી રીતે બનાવો સ્વાદિષ્ટ ઢોકળા:
સૌથી પહેલા એક મોટો વાટકો લો. તેમાં બેસન, દહી, રવા, પાણીને મિક્સ કરીને સારી રીતે ખીરુ બનાવો.
હવે તેમાં આદુ, મરચા, હળદર પાવડર, મીઠું, ખાંડ, તેલ મિક્સ કરો અને પેસ્ટને બરાબર હલાવો. આ વાતનું ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠ ન પડે.
તમે જે પેસ્ટ બનાવી છે તે વધુ પાતળી કે જાડી ન હોવી જોઈએ. માપમાં જ હોવી જોઈએ.
હવે માઈક્રોવેવ બાઉલ લો. તેમાં ચારે તરફ સારી રીતે તેલ લગાવો, જેથી ઢોકળા નીચે ચોંટે નહિ .
હવે પેસ્ટમાં ઈનો પાવડર ઉમરો. એક મિનીટની અંદર જ પેસ્ટની માત્રા લગભગ બે ગણી થઈ જશે.
માઈક્રોવેવના બાઉલમાં પેસ્ટનો ઉમેરો. તેના બાદ તેને માઈક્રોવેવમાં રાખો.
હવે ઓછામાં ઓછા ચાર મિનીટ માટે માઈક્રોવેવમાં ઢોકળા રાખો.
હવે બાઉલને બહાર કાઢો અને થોડી મિનીટ માટે ઠંડુ થવા દો. બાદમાં ચોરસ ટુકડામાં ઢોકળાને કાપો.
હવે સમય આવ્યો વઘાર આપવાનો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠો લીમડો અને લીલા મરચા નાંખીને વઘાર આપો. તેના બાદ તેમાં પાણી, ખાંડ અને લીલા ધાણા એડ કરો.
હવે આ મિશ્રણને બરાબર ઉકાળી લો. તેજ ગેસ પર 2 મિનીટ સુધી પાણી ઉકાળો.
હવે ઢોકળા પર પાણી ઉમેરી દો. સ્વાદિષ્ટ ઢોળકા હવે સર્વ કરવા માટે તૈયાર છે.