બનાવો સ્વાદિષ્ટ મેંગો શ્રીખંડ
ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી પાચનક્રિયા સુધરે છે.
આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો
ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી ન માત્ર તમને ગરમી ઓછી લાગે છે, પરંતુ તેનાથી તમારી પાચનક્રિયા પણ સુધરે છે. આજે અમે તમને મેંગો શ્રીખંડની રેસિપી જણાવી રહ્યા છીએ. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો અથવા તો તમને જમવામાં કંઈ ખાવાનું મન ન થાય તો પણ તમે મેંગો શ્રીખંડ ખાઈ શકો છો. આવો, જાણીએ મેંગો શ્રીખંડ બનાવવાની રીત-
મેંગો શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી-
- 1 કેરી
- 1/2 લિટર દૂધ
- એક ચપટી કેસર
- 500 ગ્રામ હંગ કર્ડ
- 1 1/2 ટીસ્પૂન કેસ્ટર શુગર
- 25 ગ્રામ પિસ્તા (કતરણ)
- 25 ગ્રામ બદામ (કતરણ)
મેંગો શ્રીખંડ બનાવવાની રીત:
- સૌપ્રથમ એક કડાઈમાં કેસર અને દૂધ નાખી ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને કેરીને ધોઈ લો અને તેની છાલ કાઢી લો. હવે તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લો.
- હવે એક બાઉલમાં હંગ કર્ડ, કેસ્ટર શુગર અને અડધુ કેસર મિક્સ કરેલું દૂધ ઉમેરો. તેમાં કેરીની પ્યુરી પણ ઉમેરો.
- આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં બાકીનું દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- હવે તેમાં સમારેલી બદામ અને પિસ્તા ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
- તેને એક બાઉલમાં કાઢીને બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરો. જો તમે ઈચ્છો તો ખાંડને બદલે ગોળ અથવા મધ ઉમેરી શકો છો.
- આ સિવાય ખાંડ સ્કિપ પણ કરી શકાય છે કારણ કે કેરી મીઠી હોય છે તેથી ખાંડ વગર પણ ચાલશે. હવે તેને 4 થી 5 કલાક માટે ફ્રીજમાં રાખો. ઠંડુ સર્વ કરો.