Methi Bhajiya Recipe: મેથીના ભજીયા તો ગમે ત્યારે ખાવો તો પણ મોઢું ભાંગે નહીં અને વારંવાર ખાવાનું મન થાય છે. તેમાય લગનની સિઝનમાં થાળીમાં બીજી કોઈ વાનગી રિપીટ કરીએ કે ન કરીએ પરંતુ ભજીયા તો રિપીટ કરીએ જ છીએ. આજે ગુજરાતી જાગરણ તમને મેથીના એકદમ પોચા ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે. ઘણા લોકો તને મેથીના ગોટા પણ કહે છે.
મસ્ત મેથીના ગોટા બનાવવાની સામગ્રી
- ચણાનો લોટ
- તીખા
- આખા ધાણા
- મીઠું
- હીંગ
- કોથમરી
- લીલું મરચું
- મેથી
- તેલ
- ખાવાનો સોડા
મસ્ત મેથીના ભજીયા બનાવવાની રીત
- એક ચમચી તીખા, એક ચમચી ધાણાને ખાયણીમાં અધ કચરા વાટી લો અને બાઉલમાં કાઢી લો.
- હવે તપેલીમાં ચણા લોટ લો. પછી તેમા તીખા અને ધાણાનો ભૂકો ઉમેરી દો.
- પછી તેમા મીઠું અને હીંગ ઉમેરો. હવે હુફાળા ગરમ પાણીથી લોટ બાંધી લો. લોટ આંગળીઓની મદદથી બાંધો.
- પછી તેને ત્રણ મિનિટ માટે છોડી દો. પછી તેમા લીલું બારીક સમારેલું મરચ, સમારેલી કોથમરી અને મેથી ઉમેરો.
- પછી તેમા ખાવાનો સોડા ઉમેરો પછી તેમા ગરમ તેલ અને લીંબોનો રસ ઉમેરો. પછી બધુ મિક્સ કરી લો.
- હવે તેલ ગરમ મૂકી ભજીયા પાડી લો. ગોલ્ડન રંગના થાય એટલે બહાર નિકળી લો.