સમોસાનું વજન આઠ કિલો
આ સમોસા અડધા કલાકમાં ખાઈ જનારને 51 હજારનું ઈનામ
મેરઠના કૌશલ સ્વીટ્સે આ બાહુબલી સમોસા બનાવ્યા
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો જોવા મળે છે. કેટલાક રમુજી, કેટલાક ઈમોશનલ અને કેટલાક આઉટ ઓફ બોક્સ વીડિયો હોય છે. ત્યારે આજકાલ ઇન્ટરનેટ પર બાહુબલી સમોસાનો દબદબો હતો. મેરઠના કૌશલ સ્વીટ્સે આ બાહુબલી સમોસા બનાવ્યા અને સર્વ કર્યા છે. આ સમોસાનું વજન આઠ કિલો છે. તેની તસવીરોએ લોકોની ટાઈમલાઈન પર જોવા મળે છે. આ સમોસા ઘણી ન્યૂઝ ચેનલોમાં પણ બતાવવામાં આવ્યા હતા અને દેખીતી રીતે તે ઘણા ફૂડ બ્લોગર્સની યાદીમાં પણ હવે સામેલ થઈ ગયા છે.
ન્યૂઝ ચેનલોમાં બતાવવામાં આવ્યા બાદ ઘણા ફૂડ બ્લોગર્સ પણ કૌશલ સ્વીટ્સ પાસે પહોંચ્યા હતા. અહીં સમોસા ટ્રાય કરતી વખતે વીડિયો બનાવાય છે. ફૂડ બ્લોગર ચાહત આનંદ પણ તેમાંની એક છે. ચાહતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સમોસા ખાતો વીડિયો શેર કર્યો છે. આ સમોસા ખરેખર ચાહત કરતા પણ મોટા હોવાનું દેખાય છે. ટેબલ પર ટ્રેમાં રાખેલા સમોસાની પહોળાઈ ચાહત કરતાં વધુ હોવાનું જોવા મળે છે. આ ખાવું કઈ રીતે? તે પ્રશ્નથી અકળાયેલ ચાહતે તેને હાથ વડે તોડવાને બદલે છરી વડે કાપવું પડ્યું હતું.
લોકડાઉનના સમયથી સોશિયલ મીડિયા પર ફૂડ આઈટમસ સંબંધિત ઘણા બધા વીડિયો જોવા મળી રહ્યા છે. પહેલા લોકોને ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ રાંધવાનું શીખવવામાં આવતું હતું. તે પછી લોકડાઉન ખુલ્યું પછી ફૂડ બ્લોગર્સે સ્વાદ લોકો સુધી પહોંચડવા માટે પ્રયાસ કર્યા છે. ત્યારે આજકાલ મેરઠ ફૂડ બ્લોગર્સની પહેલી પસંદ બની ગયું છે, ત્યાં બાહુબલી સમોસા ચર્ચામાં છે.
કૌશલ સ્વીટ્સના આ બાહુબલી સમોસાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. દુકાને આ સમોસા અડધા કલાકમાં ખાઈ જનારને 51 હજારનું ઈનામ આપવાની ચેલેન્જ અપાઈ છે. ઘણા લોકો આ ચેલેન્જમાં ભાગ લે છે પણ આજ સુધી કોઈ પણ તેને પૂર્ણ કરી શક્યું નથી. ઘણા લોકો માત્ર તેની સાથે તસવીર લેવા અને તેનો વીડિયો બનાવવા માટે ત્યાં પહોંચી રહ્યા છે.