Mango Launji Recipe: ઉનાળામાં ઘણીવાર શાકભાજી ખાવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં તે સમજાતું નથી કે શું રાંધવું અને શું ખાવું, જેથી ભોજનનો સ્વાદ સારો આવે. આવી સ્થિતિમાં તમે કાચી કેરીની લોંજી બનાવીને ખાઈ શકો છો. કાચી કેરીની લોંજી ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે, જેને જોઈને જ મોંમાં પાણી આવી જાય છે.
ઉનાળામાં કાચી કેરી ગરમી અને તડકાથી બચાવે છે. કાચી કેરી ખાવાથી પેટ અને પાચન બંને સ્વસ્થ રહે છે. બાળકોને પણ આ કેરીનું શાક ખૂબ જ પસંદ આવે છે. જાણો કાચી કેરીની લોંજીની રેસિપી.
કાચી કેરીની લોંજી બનાવવાની રીત
- કેરીની લોંજી બનાવવા માટે તમારે લગભગ 3-4 મીડિયમ સાઈઝની કાચી કેરી લેવાની છે.
- કેરીને ધોઈ છોલી લો અને બટાકાની જેમ લાંબા ટુકડા કરી લો.
- હવે એક કડાઈમાં 2-3 ચમચી સરસવનું તેલ ગરમ કરો, તેમાં 2 ચમચી મીઠી વરિયાળી ઉમેરો.
- તેલ થોડું ઠંડુ થાય એટલે તેમાં થોડી હળદર, લાલ મરચું અને ધાણાજીરું પાવડર નાખો.
- હવે તેમાં સમારેલી કાચી કેરીના ટુકડા ઉમેરી દો અને લગભગ 2 મોટી વાટકી પાણી નાખી દો.
- તમે ઈચ્છો તો કાચી કેરીના ગોટલા પણ તેમાં નાખી શકે છે તેને ચૂસીને ખાઈ શકો છો.
- શાકમાં એક ઉભરો આવી જાય એટલે તેમાં મીઠું નાખી દો અને કેરી નરમ થાય ત્યાં સુધી પકાવો.
- જ્યારે કેરી ઓગળી જાય એટલે તેમાં સ્વાદ મુજબ ખાંડ અથવા થોડો ગોળ ઉમેરી દો.
- તમને કેટલું ખાટું પસંદ છે ગોળ અને ખાંડની માત્રા તે પ્રમાણે રાખો.
- શાકભાજીને હળવા મેશ કરી દો જેથી પાણી અને પલ્પ આછું મિક્સ થઈ જાય.
- તૈયાર છે કાચી કેરીની લોંજી, તેને તમે રોટલી, પરાંઠા કે પછી ભાતની સાથે ખાઓ.
- ખાસ વાત એ છે કે કાચી કેરીની લોંજીને તમે તમે એક અઠવાડિયા સુધી ખાઈ શકો છો, તે ઝડપથી બગડતી નથી.