પાવભાજી તો મોટા ભાગના લોકોની પસંદ હોય છે. પરંતુ આ પાવભાજી મસાલેદાર, તીખી અને ટેસ્ટી હોય તો વાત જ ન થાય. આજે આ રીતે પાવ ભાજી કેવી રીતે બનાવવી તેની રેસીપી ગુજરાતી જાગરણ તમને જણાવશે.
પાવભાજી બનાવવાની સામગ્રી
- ફ્લાવર
- રીંગણા
- કોબી
- બીટ
- ડુંગળ
- લીલા વટાણા
- બટાકા
- આખા સુકા ધાણઆ
- જીરું
- આમચુર પાવડર
- સંચળ
- લાલ મરચું પાવડર
- વરિયાળી
- તીખા
- તમાલપત્ર
- સુકા લાલ મરચા
- તજ
- લવિંગ
- ટામેટા,
- લીલા મરચા
- લસણ
- મીઠું
- હળદર
- આદુ
- લીલા ધાણા
- માખણ
- તેલ
પાવભાજી બનાવવાની રીત
- કૂંકરમાં વટાણા સિવાય તમામ શાકભાજી કોબી, બટાકા, રીંગણા, ફ્લાવર, બીટ, ડુંગળી લો, પછી તેમા પાણી અને મીઠું ઉમેરી બાફી લો.
- હવે તપેલીમાં પાણી ઉમેરી વટાણાને ઉકાળી લો. અલગથી બાફવા જરૂરી છે કારણ કે કૂકરમાં તેનો છૂંદો થઈ જાય છે.
- હવે એક કઢાઈમાં સુકા ઘાણા, જીરુ,વરિયાળી, તજ, તીખા, સુકા લાલ મરચા, તમાલપત્ર, લવિંગ બરાબર શેકી લો. એકદમ કાળા ન થાય જોઈએ. આ
- મસાલો ઠંડો થાય એટલે મિક્સર જાર લો, તેમા આમચૂર પાવડર, સંચળ, લાલમરચું પાવડર ઉમેરી પિસી લો. તો તૈયાર છે તમારો પાવભાજીનો મલાસો.
- હવે બફાયેલા તમામ શાકભાજીનો છૂંદો કરી લો. ભાજીના વઘારમા માટે મોટી કઢાઈમાં માખણ અને તેલ ઉમેરો. પછી તેમા એક ચમચી પાવભાજીનો જે
- મસાલો બનાવ્યો તે ઉમેરો. પછી તેમા સમારેલું લસણ, સમારેલા લીલા મરચા, આદુ ઉમેરી મિક્સ કરશું.
- પછી તેમા સમારેલી ડુંગળી ઉમેરીશું, થોડીવાર તેને સાતળો, પછી હળદર, લાલ મરચું પાવડર, સમારેલા ટામેટા ઉમેરી તે પાકે ત્યાં સુધી પકાવો.
- હવે તેમા ફરી એક ચમચી પાવભાજી મસાલો ઉમેરો. પછી છૂંદો કરેલા તમામ શાકભાજી, અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. ઉમેરીશું. પછી બરાબર મિક્સ કરો. હવે તેમા બાફેલા વટાણા ઉમેરો. હવે સમારેલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારી પાવભાજીની ભાજી.