મેકરોની ખાવું બાળકોની સાથે-સાથે મોટી ઉંમરના લોકોને ખૂબ જ પસંદ હોય છે. લીલા શાકભાજી અને મસાલાઓથી ભરપૂર મસાલેદાર મેકરોની બનાવવા ખૂબ જ સરળ હોય છે. તેને નાસ્તામાં અથવા ભૂખ લાગે ત્યારે બનાવી શકો છો.
તેને બનાવવું એકદમ સરળ છે. તેને તમે ઈન્ડિયન સ્ટાઈલમાં લીલા શાકભાજી અને મસાલાની સાથે બનાવી શકો છો. તો ચાલો જાણીએ મસાલા મેકરોની બનાવવાની રેસિપી
સામગ્રી
- 1 કપ મેકરોની
- 1 ચમચી તેલ
- 1 ચમચી માખણ
- 3-4 લસણની કળી
- 2 ડુંગળી
- મકાઈ
- ગાજર
- કેપ્સીકમ
- 1 કપ ટામેટાની પ્યુરી
- 1 ચમચી મિક્સ હર્બ્સ
- 1 ચમચી મરચાના ટુકડા
- 1 ચમચી કાશ્મીરી મરચું
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ચમચી ટોમેટો કેચપ
મસાલા મેકરોની બનાવવાની રીત
- મસાલા મેકરોની બનાવવા માટે સૌથી પહેલા મેકરોનીને 7થી 8 મિનિટ માટે ઉકળતા પાણીમાં એક ચમચી તેલ અને મીઠું નાખીને ઉકાળી લો.
- આ પછી મેકરોનીને સ્ટ્રેનરમાં નાખીને તેના પર ઠંડુ પાણી નાખીને અલગ રાખી દો. આવું કરવાથી મેકરોની ચોંટશે નહીં.
- હવે એક કડાઈમાં તેલ નાખીને ડુંગળી, મકાઈ, ગાજર અને કેપ્સિકમને ઝીણા સમારીને 2થી 3 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લો.
આ પછી તે જ કડાઈમાં થોડું માખણ નાખીને લસણ, સમારેલી ડુંગળી નાખીને 2-3 મિનિટ સુધી ફ્રાય કરો. આ પછી કડાઈમાં - ટામેટાની પ્યુરી, ચિલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, કાશ્મીરી મરચું અને મીઠું નાખીને થોડીવાર હલાવતા રહો.
- હવે કડાઈમાં મેકરોની, ફ્રાય કરેલા શાકભાજી અને થોડું બાફેલા મેકરોનીનું પાણી નાખીને બરાબર બધી વસ્તુઓને એકવાર મિક્સ કરી લો.
- હવે છેલ્લે મેકરોનીમાં ટોમેટો કેચઅપ નાખીને બધું ફરીથી મિક્સ કરી લો. તૈયાર છે તમારા દેશી તડકા મેકરોની. તેને ગરમાગરમ સર્વ કરો.