મંચુરિયન એવી વસ્તુ છે જેનું નામ સાંભળીને બધાના મોઢામાં પાણી આવી જાય છે. ઘણા બાળકો એવા હોય છે જેઓ તીખું ભલે લાગે પરંતુ પાણી પીતા પીતા ખાવું તો મંચુરિયન હોય છે. આજે બજારમાં મળતું મંચુરિયન ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
ડ્રાય વેજીટેબલ મંચુરિયન બનાવવાની સામગ્રી
- કોબી
- કેપ્સિકમ
- ડુંગળી
- કોથમીર
- આદુ લસણની પેસ્ટ
- મેંદાનો લોટ
- કોર્ન ફ્લોર
- લાલ મરચું પાવડર
- ટામેટા-ચીલી સોસ
- સોયા સોસ
- તેલ
- મીઠું
- પાણી
ડ્રાય વેજીટેબલ મંચુરિયન બનાવવાની રીત
- વેજ મન્ચુરિયન બનાવવા માટે પહેલા કોબીને ધોઈને જીણી સમારી લો.
- હવે એક મોટી તપેલી લો અને તેમાં કોબી, મેદાનો લોટ, મીઠું, કોર્ન ફ્લોર, લાલ મરચું પાવડર ઉમેરો અને લોટ બાંધો.
- પછી તેમાથી નાના-નાના બોલ બનાવો.
- હવે પેનમાં તેલ લો અને આ બોલને તળી લો. તેને એક થાળીમાં કાઢી લો.
- હવે બીજી પેનમાં તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, કેપ્સિકમ અને ચપટી મીઠું નાખો. પછી ડુંગળી ઉમેરી બરાબર તેને પાકવા દો.
- હવે તેમાં સોયા સોસ અને ટામેટા ચીલી સોસ ઉમરી મિક્સ કરો. હવે તળેલા બોલ ઉમેરી બરાબર મિક્સ કરો. પછી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારું ડ્રાય વેજીટેબલ મંચુરિયન.