વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આવા વાતાવરણમાં ચટપટું ખાવાની ખૂબ મજા આવે. આજે ત્યારે અહીંયા રગડા ચાટની રેસિપી શીખવી રહ્યા છીએ. રગડા ચાટ બનાવવા માટે તમારે સફેદ વટાણા અને અન્ય કેટલીક સામગ્રીની જરૂર પડશે. જો તમે એકવાર રગડા ચાટને ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે.
સામગ્રી
- 1 1/2 કપ બાફેલા વટાણા
- 1 કપ પાણી
- 1/4 ટી સ્પૂન હળદર
- 2 નંગ સમારેલા લીલા મરચાં
- 1/4 કપ સમારેલી કોથમીર
- 5-7 નંગ મેંદાની પાપડી
- સ્વાદાનુંસાર મીઠું
- 1/2 ટી સ્પૂન ચાટ મસાલો પાઉડર
- ચપટી હીંગ
- 1 મીડિયમ નંગ સમારેલી ડુંગળી
- 1/4 ટી સ્પૂન શેકેલું જીરું પાઉડર
- જરૂર મુજબ મોળી સેવ
- જરૂર મુજબ મરી પાઉડર
- 1 નંગ લીંબુનો રસ
સ્ટેપ 1
એક પેનમાં બાફેલા વટાણા લો. તેમાં હળદર પાઉડર, મીઠું તેમજ હીંગ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરીને ચડવા દો. તેને 4-5 મિનિટ અથવા જ્યાં સુધી રગડો ઘટ્ટ ન થાય ત્યાં સુધી ચડવા દો.
સ્ટેપ 2
રગડો ચડી જાય એટલે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લો. તેના પર સ્વાદાનુંસાર ચાટ મસાલો અને શેકેલું જીરું પાઉડર ભભરાવો. બાદમાં સમારેલા લીલા મરચા અને સમારેલી ડુંગળી ઉમેરો. બાદમાં તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું અને મરી પાઉડર ભભરાવો.
સ્ટેપ 3
બાદમાં ઉપરથી થોડો લીંબુનો રસ તેમજ ક્રશ કરેલી પાપડી ઉમેરો. હવે તેને સેવ તેમજ સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.