તમે કેક, પેસ્ટ્રી, કપકેક વગેરે ખાધાં જ હશે, પરંતુ શું તમે પુડિંગ ખાધાં છે? બ્રેડ પુડિંગ કેકનું એક બીજુ સ્વરૂપ છે, પરંતુ તેને વિદેશોમાં નમકીન સ્વરૂપે પણ ખાઇ શકાય છે. તમે ભલે ગળ્યાં પુડિંગ ખાધાં હશે, પરંતુ વિદેશોમાં તો નોન-વેજ સ્ટફ્ડ પુડિંગ પણ ખાવામાં આવે છે. આ એક પારંપરિક ડિશ છે, જે ફ્રાંસમાં ખૂબજ લોકપ્રિય છે. જોકે સૌથી પહેલાં તેને ફ્રાંસમાં બનાવવામાં નહોંતાં આવ્યાં, તેને બનાવવાની શરૂઆત યૂરોપમાં થઈ હતી.
અમેરિકનો તેને એક ડેઝર્ટ કહેશે, પરંતુ યૂનાઈટેડ કિંગડમના લોકો માટે તે બહુ ખાસ છે. કારણકે આ એક હોમલી ડેઝર્ટ છે, બસ કારણે તેની ઓળખ ડેઝર્ટ તરીકે થવા લાગી અને પછી તેનો પ્રયોગ આખી દુનિયામાં થવા લાગ્યો. ચાલો જાણીએ બ્રેડ પુડિંગ પહેલીવાર ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવ્યાં છે? વિશ્વભરમાં લોકપ્રિય કેવી રીતે બન્યાં પુડિંગ?
બ્રેડ પુડિંગ શું છે?
પુડિંગનો અર્થ સૌના માટે અલગ-અલગ હોઈ શકે છે. સમયની સાથે તેમાં ઘણા બદલાવ થયા છે અને લોકોના સ્વાદ અને પસંદ પ્રમાણે બનાવવામાં આવે છે. જોકે તેનું મેન સ્ટ્રક્ચર બ્રેડમાંથી બનાવવામાં આવે છે, જેમાં એક સ્વાદિષ્ટ કસ્ટર્ડનું લેયર એક નવો જ સ્વાદ આપે છે.
શરૂઆતમાં તો તેને દૂધમાં પલાળવામાં આવતું હતું અને ત્યારબાદ દબાવીને બેક કરવામાં આવતું હતું, પરંતુ 13 સદી બાદ તેમાં ઈંડાં, દૂધ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ પણ થવા લાગ્યો હતો.
બ્રેડ પુડિંગનો ઈતિહાસ
ઈતિહાસનાં પત્તાં ખોલી જોઈએ તો બ્રેડ પુડિંગ યૂરોપમાં 11મી અને 12 મી સદીની શરૂઆતમાં બનાવવાનાં શરૂ થયાં. સ્લર્પના જણાવ્યા અનુસાર, આ ગરીબ પરિવારો માટે તો એક ઉત્તમ મિઠાઈ જ છે, એટલે જ તેને ‘Poor Man’s Pudding’ નું નામ આપવામાં આવ્યું. તે સમયે તો લોકોને તે એટલાં બધાં ગમી ગયાં કે, ઘરેક ઘરમાં એક પુડિંગ બાઉલ તો જોવા મળતો જ હતો.
તેને બનાવવાની શરૂઆત કઈંક એ રીતે થઈ હતી કે પહેલાં ડેઝર્ટના નામે જ્યારે કઈં ન હોય ત્યારે લોકોએ પોતાના ઘરમાં રહેલ બ્રેડને પલાળીને ખાવાનું શરૂ કર્યું. ત્યારબાદ ક્રીમ અને ઈંડાના કસ્ટર્ડની જગ્યાએ વાસી બ્રેડને ઉકળતા પાણીમાં પલાળવામાં આવતી હતી અને ખાંડ અને મસાલા સાથે મિક્સ કરી પહેલાં તેને સૂકવવામાં આવતી હતી.
શું છે ક્રિસમસ પુડિંગ?
પુડિંગનું પહેલું વર્જન 14 મી શતાબ્ધિમાં ઉત્પન્ન થયું હતું. અંગ્રેજોએ કિશમિશ, દારૂ, કરંટ અને મસાલાઓ સાથે બીફ અને મટનથી બનેલ ‘ફ્રૂમેન્ટી’ નામના દલિયા બનાવ્યા હતા. 14 મી સદીના અંત સુધીમાં ફ્રુમેન્ટીને ઘણાં અલગ-અલગ નામોથી ઓળખ મળી, જેમાં પ્લમ પુડિંગ, ક્રિસમસ પુડિંગ કે જસ્ટ પુડિંગનો સમાવેશ પણ થાય છે. સામાન્ય રીતે ક્રિસમસ પુડિંગનો રંગ ઘાટો હોય છે અને બ્રાન્ડી કે અન્ય આલ્કોહોલ સાથે પલાળીને બનાવવામાં આવે છે. તેની સાથે સંકળાયેલ ક્રિસમસ ટ્રેડિશનને આજે પણ ફોલો કરવામાં આવે છે.
દરેક જગ્યાએ વધી પુડિંગની લોકપ્રિયતા
ધીરે-ધીરે પુડિંગની લોકપ્રિયતા દુનિયા ભરમાં દરેક દેશમાં વધવા લાગી અને દરેક જગ્યાએ તેને અલગ-અલગ રીતે બનાવી પીરસવામાં આવી. મેઘલી નામના પારંપરિક લેબનાની રાઈસ પુડિંગ એક શાકાહારી, ગ્લૂટેન અને ડેરી-ફ્રી ડેઝર્ટ બન્યાં, જેને પારંપરિક રૂઓએ બાળકના જન્મની ખુશીઓ ઉજવતી વખતે ખાવામાં આવે છે.
ડેનિશ રાઈસ પુડિંગનું લાઈટ વર્ઝન ક્રીમી રિસાલમાંડે છે, જેની મજા ક્રિસમસ સમયે લેવામાં આવે છે. આ જ રીતે માજરેટે મકાઈ અને નારિયેળના દૂધમાંથી બનેલ એક પારંપરિક વેનેજુએલા પુડિંગ છે. આ સ્વાદિષ્ટ મિશ્રણમાં ક્રીમી કંસિસ્ટન્સી હોય છે અને આ કોર્ન પુડિંગ જેવું જ દેખાય છે.
ચે ખોઈ મોન એક પારંપારિક વિયતનામી ટેરો પુડિંગ છે. આ સાધારણ પુડિંગ ટેરોના ક્યૂબ્સ, ચીકણા ભાત, પનદનના અર્ક અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. ટૈરોના ક્યૂબ્સ નરમ થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે, પછી તેમાં રાંધેલા ચીકણા ભાત, પનદનનાં કેટલાંક ટીંપાં અને ખાંડ મિક્સ કરવામાં આવે છે.
ઑફેંશ્લુફ્ફર જેવી પારંપારિક બ્રેડ પુડીંગ સ્વાબિયાથી આવે છે. તેને વાસી બ્રેડ અને સફરજનનાં ટુકડામાંથી બનાવવામાં આવે છે, જેને દૂધ, ખાંડ, ઈંડાં, માખણ, તજ અને વેનિલા ખાંડના કસ્ટર્ડ જેવા મિશ્રણમાં પલાળમાં આવે છે. આ જ રીતે બધા દેશોમાં તેને અલગ-અલગ નામ અને રૂપ-રંગ આપવામાં આવે છે.