બસ હવે થોડા દિવસમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ સાથે સોમવાર અને બીજા તહેવારોમાં ઉપવાસ પણ લોકો કરશે. ત્યારે આ ઉપવાસમાં દરેક ઘરમાં ફરાળી વાનગી પણ એટલી જ બનતી હોય છે. આજે આપણે સાબુદાણાની વડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણીશું.
સાબુદાણાના વડા બનાવવાની સામગ્રી
સાબુદાણા,
બાફેલા બટાકા,
મગફળી,
કોથમીર,
આદુ મરચાની પેસ્ટ,
સેંધા નમક,
લીંબુ,
ખાંડ,
લાલ મરચું પાવડર,
દહીં,
કાકડી,
કોથમીર,
શેકેલ જીરું પાવડર.
સાબુદાણાના વડા બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌ પ્રથમ સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈને એક બાઉલમાં થોડીવાર પલાળી દો.
સ્ટેપ- 2
હવે એક પેનમાં મગફળીના દાણા શેકીને મિક્સર જારમાં નાખીને અધકચરા પીસી લો.
સ્ટેપ- 3
હવે તે જ મિક્સર જારમાં આદુ-મરચા ઉમેરીને પેસ્ટ બનાવી લો.
સ્ટેપ- 4
હવે પાણી કાઢીને એક બાઉલમાં નાખો અને તેમાં તૈયાર કરેલ તમામ સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ- 5
હવે આ મિશ્રણામાંથી નાના નાના વડા બનાવી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને તળી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય પછી બહાર કાઢી સર્વિસીંગ પ્લેટમાં મૂકીને સર્વ કરો.