જામનગરમાં ધૂમ મચાવી રહો છે ચણા ચેવડો
આ વાનગી તમને જામનગર સિવાય બીજે ક્યાંય નહિ મળે
લાખોટા તળાવ પાસે મહિલા બનાવે છે આ ચણા ચેવડો
જામનગરનું નામ પડતા જ લોકોને કચોરી અને ત્યાંના વર્લ્ડ ફેમસ પણ યાદ આવી જાય. આમ તો જામનગરમાં અનેક ખાવાની વાનગીઓ ફેમશ છે. ખાસ કરીને જામનગરના ઘૂઘરા તો દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તો જામનગરના પાનની તો શું વાત કરવી, ભાગ્યેજકોઈ ગુજરાતી હશે જેણે જામનગરની કચોરીના વખાણ નહીં સાંભળ્યા હોય ત્યારે આજે અમે તમને એક એવી ફૂડ આઈટમ વિશે જણાવવાના છીએ જે માત્ર જામનગરમાં જ મળે છે, એટલું જ નહીં સ્વાદમાં પણ તે બેસ્ટ છે. અમે વાત કરીએ છીએ ચણા ચેવડાની. ચણાચોર તો તમે સાંભળ્યું હશે, પણ આ ચણા ચેવડો એટલે શું ? તો આવો જાણીએ જામનગરણા ફેમસ નાસ્તા ચણા ચેવડા વિશે વિગતે માહિતી મેળવીએ.
જામનગરનું સેન્ટર છે લખોટા તળાવ, આ તળાવના ગેટ નં 5થી બહાર નીકળો એટલે એક રસ્તો પંચેશ્વર ટાવર તરફ જાય અને એક રસ્તો ટાઉન હોલ તરફ, બસ તમારે પંચેશ્વર ટાવર તરફ વળી જવાનુ. થોડે જ દૂર જતા તમારી જમણી તરફ એક નાસ્તાની દુકાન આવશે, આ દુકાન પર બોર્ડ લગાવેલું છે રાજાધીરાજ ફાસ્ટ ફૂડ. એક મહિલા છેલ્લા 6 મહિનાથી લોકોને શુદ્ધ અને સાત્વિક નાસ્તો અને જમવાનું પીરસી રહ્યા છે. નાસ્તાની આ નાની દુકાનમાં ખીચડી ઓસમણ, ગુજરાતી થાળી, કુલડી પિત્ઝા સહીત અનેક પ્રકારના નાસ્તા ગરમા ગરમ મળે છે. એટલું જ નહીં આ બધો નાસ્તો એક આંટી બનાવે છે. આ બધા નાસ્તામાં આંટીના હાથનો ચણા ચેવડાનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે.
વાત કરીએ ચણા ચેવડાની તો નામ પ્રમાણે જ તેમાં ચણા અને ચેવડાનું મિક્ષર છે. જો કે માત્ર ચણા અને ચેવડા જ નથી, તેમાં સ્વાદમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે ચણાનો વઘાર, એટલે કે ખાસ અલગથી ચણાની સબ્જીનો રસો તૈયાર કરવામાં આવે છે. સૌપ્રથમ ચેવડામાં વિવિધ અલગ અલગ ત્રણ પ્રકારની ચટણી નાખવામાં આવે છે. ત્યારબાદ ચણાનો રસો નાખવામાં આવે છે.