માત્ર 130 રૂપિયામાં જમાડે છે અનલિમિટેડ
બે બાહેનો જ કરે છે હોટલનું સંચાલન
તમે જાણે કે એના સગા હો તેટલું પ્રેમથી જમાડે છે અહી
અત્યારે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. લોકો ફરવા માટે જઇ રહ્યા છે. ત્યારે લોકો ફરવાના વિવિધ સ્થળો પસંદ કરે છે. સાથે સાથે આ જગ્યાએ ફૂડની પણ નોંધ લેતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું ધામ એવા દ્વારકામાં દેશ વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે, ખાસ કરીને રજાઓ અને વેકેશનના સમયમાં આ જગ્યાએ લોકોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે દ્વારકામાં અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ આવેલ છે, ત્યારે આજે તમને એક એવી હોટેલની વાત કરવા જઇ રહ્યા છીએ જ્યાં એક વાર ચોક્કસ જમવા જવું જોઈએ.દ્વારકાના તીનબતી ચોક ખાતે આવેલ શ્રીનાથ ડાઈનિંગ હોલ આવેલ છે. આ રેસ્ટોરન્ટ બે બહેનો ચલાવે છે. આ રેસ્ટોરંટમાં માત્ર 130 રૂપિયામાં ચાર શાક,ચાર સલાડ અને 8 પ્રકારના અથાણાં સાથે જ રોટલી ઘી,ગોળ,દાળ-ભાત,છાશ આ બધી વસ્તુ અનલિમિટેડ પેટ ભરીને જમી શકો છો.
આ બંને બહેનો પોતાના ગ્રાહકોને એટલા પ્રેમથી જમાડે છે કે, જાણે તમે તેમના સગા હો! આ રેસ્ટોરન્ટમાં દરરોજ ઓછામાં ઓછું 1 કલાકનું વેઇટિંગ હોય છે.ખાવાની વસ્તુ મૂકવા ડિશ પણ નાની પડે છે.તેમની 2 શાખા છે,એ પણ દ્વારકામાં જ છે.જમવા આવતા લોકો આ બે બહેનોને પૂછે કે તમે આ બધુ આયોજન કઈ રીતે કરો છો,ત્યારે શારદાબહેને કીધું કે,દિલ દરિયા જેવુ હોય તો કઈ જ ખૂટતું નથી,શારદાબહેન કહે છે કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે.બાકી બધુ 52 ગજની ધજાવાળો સંભાળે.શારદાબહેન લોકોને જમાડે છે,જ્યારે સંતોકબહેન રસોઈ બનાવે છે.સંતોકબહેને કહ્યું કે,અમારે લોકોની સેવા જ કરવી છે.લોકોની સેવા કરેલ જ ઉપર આવશે.પૈસા તો અહિયાં જ મૂકીને જવાના છે.તેમણે આગળ કહ્યું,દ્વારકાધિશની કૃપા હોય તો જ આ બધુ થઈ શકે,બાકી માણસથી તો કઈ થાય જ નહીં.મિત્રો,તમે પણ આ રેસ્ટોરન્ટમાં જમવાનું ન ભૂલતા,અને બીજા મિત્રોને પણ આ માહિતી શેર કરો.