ઉનાળામાં ચા અને હોટ કોફીને બદલે લોકો કોલ્ડ કોફી પીવાનું પસંદ કરે છે. રેસ્ટોરન્ટમાં મળતી કોલ્ડ કોફી (Cold Coffee) લોકોને ખૂબ જ પસંદ આવે છે. જો કે, તમે ઘરે પણ સરળતાથી રેસ્ટોરન્ટ જેવી કોલ્ડ કોફી બનાવી શકો છો. મશીન વગર એકદમ ક્રીમી કોફી તમે તૈયાર કરી શકો છો. બાળકો, મોટેરાઓ અને ઘરના મહેમાનોને આ કોલ્ડ કોફી ખૂબ જ પસંદ આવશે. એકવાર જ્યારે તમે આ કોલ્ડ કોફી બનાવીને લોકોને સર્વ કરશો તો પીનારા લોકો તમારા વખાણ કર્યા વગર રહી જ નહીં શકે. જાણો કેવી રીતે ઘરે જ બનાવવી રેસ્ટોરન્ટ જેવી કોલ્ડ કોફી.
કોલ્ડ કોફી બનાવવા જરૂરી સામગ્રી
- કોફી પાવડર – એક ચમચી
- દૂધ- દોઢ કપ
- ગરમ પાણી
- ખાંડ – સ્વાદ મુજબ
- બરફના ટુકડા- 4-5
- ચોકલેટ સીરપ
કોલ્ડ કોફી બનાવવાની રીત
- રેસ્ટોરન્ટ જેવી ક્રીમી કોલ્ડ કોફી બનાવવા માટે સૌથી પહેલા કોફીને ગરમ પાણીમાં ફેંટ્યા પછી બ્લેન્ડરની જારમાં નાખી દો.
- હવે બ્લેન્ડરમાં દૂધ, ખાંડ અને બરફના ટુકડા નાખીને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તેમાં ફીણ ન બનવા લાગે.
- હવે એક ગ્લાસ લઈને તેમાં ચોકલેટ સીરપ નાખી દો. આ સીરપને કંઈક એવી રીતે રેડો કે ગ્લાસની સપાટી પર નીચે પડે.
- આ રીતે નાખેલું સીરપ ગ્લાસમાં સારું લાગે છે. હવે બ્લેન્ડરમાંથી કોફીને કોફી ગ્લાસમાં નાખી દો.
- કોફીને ચોકલેટ પાવડર, વ્હીપ્ડ ક્રીમ અથવા પછી આઈસ્ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરો.