લગ્નમાં હવે એશિયન અને મિડલ ઈસ્ટર્ન ફૂડનો દબદબો જોવા મળે છે
વેડિંગ મેનુના અત્યાર સુધી ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ રહેતું
જૅપનીઝ, લેબનીઝ, થાઈ વાનગીઓનો ટેસ્ટ મહેમાન વધુ પસંદ કરી રહ્યા છે
વેડિંગ મેનુના મેઇન કોર્સમાં અત્યાર સુધી ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ યજમાનની પહેલી પસંદ હતી. યંગ કપલ્સના બદલાયેલા ટેસ્ટ અને મહેમાનોમાં ન્યુ ડિશ ટ્રાય કરવાનો ક્રેઝ વધતાં હવે જૅપનીઝ, લેબનીઝ, થાઈ વાનગીઓનાં કાઉન્ટર વધતાં જાય છે ત્યારે આ ક્વિઝીનની ખાસિયત વિશે વાત કરીએ તો કોઈ પણ લગ્નપ્રસંગમાં ફૂડની વાઇડ રેન્જ મુખ્ય અટ્રૅક્શન હોય છે. ભાત-ભાતની અને દેશ-વિદેશની વાનગીઓનાં કાઉન્ટર જોઈને ફૂડી મહેમાનોના મોઢામાં પાણી આવી જાય છે. વેડિંગ મેનુના મેઇન કોર્સમાં અત્યાર સુધી ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ યજમાનની પહેલી પસંદ રહેતી.
એશિયન ગ્રીન ડિમસમ, તેમપુરા સુશી, ક્રિસ્પી પપાયા સૅલડ, કિમચી, પીટા બ્રેડ, ફટ્ટુશ જેવી આઇટમોનાં કાઉન્ટર ફાઇવસ્ટાર હોટેલોના બૅન્ક્વેટ હૉલમાં કે મોટા ગ્રાઉન્ડમાં આયોજિત શ્રીમંત પરિવારનાં સંતાનોનાં ભવ્ય લગ્નોમાં જોવા મળતાં. હવે જોકે ટ્રેન્ડ બદલાયો છે. નવી જનરેશનનાં કપલ્સનો ટેસ્ટ ચેન્જ થતાં તેમ જ મહેમાનોમાં ન્યુ ડિશ ટ્રાય કરવાનો ક્રેઝ વધતાં ઇન્ટરનૅશનલ ક્વિઝીને ઉચ્ચ મધ્યમ વર્ગનાં લગ્નોમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. મોટા ભાગના લોકોને જૅપનીઝ, લેબનીઝ ડિશનાં નામ પણ સરખી રીતે બોલતાં નથી આવડતાં છતાં આ ફૂડ કાઉન્ટર પર મહેમાનોની ખાસ્સી ભીડ હોય છે. ગુજરાતીઓના જીભના ચટાકાને ધ્યાનમાં રાખી શેફ દ્વારા વિવિધ કૉમ્બિનેશન ટ્રાય કરાય છે. ૨૦૨૨ની વેડિંગ સીઝનમાં એશિયન તેમ જ મિડલ ઈસ્ટની વાનગીઓ લોકપ્રિય થઈ છે ત્યારે આ ડિશની ખાસિયત વિશે વાત કરીએ.
લગ્નપ્રસંગોમાં રેગ્યુલર પાસ્તા કાઉન્ટર હવે ભૂતકાળની વાત છે. ટૉર્ટેલિની એ ઇટાલિયન પાસ્તાનો એક પ્રકાર છે જે સ્પિનૅચ અને રિકોટા ચીઝથી સ્ટફ હોય છે. એને ટૅન્ગી અરેબિયાટા સૉસમાં કુક કરી ઑલિવ ઑઇલ, બેસિલ અને પાર્મેસન ચીઝ ભભરાવી સર્વ કરવામાં આવે છે.
બકલાવા પણ પૉપ્યુલર ડિશ છે. એમાં ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ હોય છે. ખારી બિસ્કિટ જેવી પફ્ડ આઇટમ છે. ડિનર બાદ ડિઝર્ટ તરીકે વધુ ખવાય છે.
ક્રીમી પેસ્ટ રિસોટો ઇટાલિયન ખીચડીનો પ્રકાર છે. મેઇન કોર્સના મેનુમાં મસ્ટ ઍડ ડિશ કહી શકાય. ક્લાસિક આર્બોરિયો રાઇસ ઇટાલિયન મસાલા, ફ્રેશ ક્રીમ અને
પેસ્ટો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે.
વૉટરમેલન સ્કૂપ વિથ ફેટા ચીઝ મજેદાર આઇટમ છે. વાસ્તવમાં આ સૅલડ છે. વૉટરમેલનને કાપી એમાં જુદા-જુદા વેજિસ મૂકવામાં આવે છે. દેખાવમાં અટ્રૅક્ટિવ લાગે છે. પૅન્ડેમિક બાદ સૅલડને સ્ટિક અથવા ગ્લાસમાં સર્વ કરવાનો ટ્રેન્ડ પણ સ્ટાર્ટ થયો છે.