અમુક વસ્તુઓને એક્સપાયરી ડેટ બાદ પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી શકાય છે
ઈંડા ખરીદવાની તારીખથી ત્રણ-પાંચ અઠવાડિયા સુધી સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
પેક કરેલ દૂધ એક્સપાયરી ડેટના એક અઠવાડિયા બાદ પણ પ્રયોગમાં લઇ શકાય છે
મોટાભાગના લોકોનુ માનવુ હોય છે કે પેકેટ પર લખવામાં આવેલી તારીખ બાદ તાત્કાલિક ખાવાનુ ખરાબ થઇ જાય છે અને તેને ફરીથી ખાઈ શકાતુ નથી. અમુક પ્રોડક્ટનો એક્સપાયરી ડેટ વાળો દિવસ ખરાબ હોતો નથી અને અમુક વસ્તુઓને એક્સપાયરી ડેટ બાદ પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી શકાય છે. આ વસ્તુઓ કઈ છે. આ અંગે એક વખત જાણી લો.
ઈંડા:
ઈંડા ખરીદવાની તારીખથી ત્રણ-પાંચ અઠવાડિયા સુધી સરળતાથી ઉપયોગ કરી શકાય છે. ફૂડ સેફ્ટી, સેનિટેશન એક્સપર્ટ, યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ ફ્લોરિડાના રોસેન કૉલેજ ઑફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટના પ્રોફેસર કેવિન મર્ફી મુજબ ઈંડા પર લખવામાં આવેલી એક્સપાયરી ડેટ પરથી જાણી શકાય છે કે ઈંડા કેટલા ફ્રેશ છે. જો કે, બાફેલા ઈંડા ઝડપથી બગડી જાય છે અને ફ્રીજમાં રાખવામાં આવે તો તેને એક અઠવાડિયા સુધી ઉપયોગમાં લાવી શકાય છે.
દૂધ
કોઈ પણ પેક કરેલ દૂધ એક્સપાયરી ડેટના એક અઠવાડિયા બાદ પણ પ્રયોગમાં લઇ શકાય છે. પરંતુ આ રાખવુ ખૂબ જરૂરી છે કે દૂધમાં ફેટની માત્રા કેટલી છે? ફેટ વગરનુ દૂધ એક્સપાયરી ડેટ બાદના સાત દિવસથી દસ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. તો ફૂલ ફેટવાળા દૂધનો એક્સપાયરી ડેટના પાંચથી સાત દિવસ બાદ ઉપયોગ કરી શકાય છે.
બ્રેડ
પેકેટવાળી બ્રેડ સામાન્ય રીતે એક્સપાયરી ડેટના પાંચથી સાત દિવસ સુધી એવા સમયે પ્રયોગમાં લાવી શકાય છે. જ્યારે રૂમનુ તાપમાન સામાન્ય હોય અથવા બ્રેડને ઠંડી, સુકી જગ્યા પર રાખવામાં આવી હોય. જો તમે બ્રેડને એક્સપાયરી ડેટ બાદ પણ ઉપયોગમાં લાવવા માગો છો તો તેને ફ્રીજમાં પણ રાખી શકો છો. જેનાથી બ્રેડ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ખાવા માટે સારી રહેશે.