આપણા દેશમાં લગભગ સૌના રસોડામાં શિમલા મરચાનો ઉપયોગ તો થતો જ હોય છે. જોકે કેટલાક લોકોને શિમલા મરચાં નથી ભાવતાં, પરંતુ જે લોકોને શિમલા મરચાં બહુ ભાવતાં હોય છે, તેમના શાક અને સલાડમાં શિમલા મરચાં ચોક્કસથી હોય છે. ખાસ કરીને ગ્રેવીવાળાં શાકમાં તો શિમલા મરચાંનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે.
ઘણીવાર આપણે બજારમાં જઈએ ત્યારે જે શિમલા મરચાંને સારાં સમજીને ખરીદી લાવીએ છીએ, તેને ઘરે લાવીને સમારીએ ત્યારે તે અંદરથી સારાં નથી નીકળતાં.
આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને ફોલો કરી તમે સરળતાથી તાજાં અને સારાં શિમલા મરચાં ખરીદી શકો છો.
ઉપરના ભાગને તપાસો
તાજાં અને સારાં શિમલા મરચાં તપાસવાની સૌથી સરળ રીત છે તમે તેના ઉપરના ભાગને તપાસો. જો શિમલા મરચાની દંડી વધારે સૂકાયેલ હોય તો, કહી શકાય કે, શિમલા મરચું તાજું નથી.
જો એક દિવસ પહેલાં શિમલા મરચાને તોડેલ હશે તો તેની દંડી તાજી હશે. ઘણીવાર દુકાનદારો શિમલા મરચાને રાજુ રાખવા માટે તેની દંડી ઉપરથી કાપતા રહે છે. એવામાં તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
વેક્સ કોટને તપાસો
કદાચ તમને ખબર હોય કે ખબર ન પણ હોય કે, સફરજનને ચમકાવવા માટે જે રીતે તેના પર વેક્સ કોટિંગ કરવામાં આવે છે, એ જ રીતે શિમલા મરચાને ચમકાવવા માટે પણ તેના પર વેક્સ કોટિંગ કરવામાં આવે છે.
એવામાં જ્યારે પણ તમે બજારમાં શિમલા મરચાં ખરીદવા જાઓ ત્યારે શિમલા મરચાને ઉપરથી થોડું ખોતરીને તપાસી જુઓ. જો શિમલા મરચા પર વેક્સ કોટિંગ જણાય તો તેને ન ખરીદવું.
હાથથી દબાવીને તપાસો
શિમલા મરચું તાજુ અને સારું છે કે નહીં એ હાથથી દબાવીને પણ તપાસી શકાય છે. તાજાં અને સારાં શિમલા મરચાં થોડાં કડક હોય છે. જો હાથથી દબાવતી વખતે તે વધારે દબાઈ જાય તો સમજવું કે શિમલા મરચું વાસી છે.
તમે લીલું, લાલ કે પીળું કોઈ પણ શીમલા મરચું ખરીદતા હોવ તેને હાથથી દબાવીને ચોક્કસથી તપાસવું જોઈએ. ઘણીવાર લાલ કે પીળાં શિમલા મરચાં અંદરથી ખરાબ હોય છે.
આ ટિપ્સને ફોલો કરો
તાજાં અને સારાં શિમલા મરચાં ખરીદવા માટે તમે અહીં જણાવેલ બીજી કેટલીક ટિપ્સ પણ ફોલો કરી શકો છો. શિમલા મરચું તેના આકાર પ્રમાણે વજનમાં વધારે ભારે ન હોય. શિમલા મરચાને ક્યાંયથી પણ થોડું-ઘણું ખોતરેલું હોય તો તેને ન ખરીદવું. જો શિમલા મરચા પર કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા હોય તો તેને ન ખરીદવું જોઈએ.