Food News: કેરી ભાપા ડોઇ
સામગ્રી
- 500 ગ્રામ જાડું દહીં
- 1 કપ કેરીનો પલ્પ
- 200 ગ્રામ કન્ડેન્સ્ડ દૂધ
- 1 ટીસ્પૂન એલચી પાવડર
- 1 કપ પાકેલી કેરી, છોલીને ટુકડા કરી લો
પદ્ધતિ
- દહીંને સારી રીતે ફેટી લો.
- બ્લેન્ડરમાં દહીં, કન્ડેન્સ્ડ મિલ્ક અને કેરીના પલ્પને એકસાથે ભેળવીને સ્મૂધ મિશ્રણ તૈયાર કરો.
- તૈયાર મિશ્રણને એક બાઉલમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. સ્ટીમરના તળિયે પૂરતું પાણી રેડો અને તેને ઉકળવા દો.
- કેરીના મિશ્રણને સિલિકોન મોલ્ડમાં રેડો અને તેને સ્ટીમરના ઉપરના ભાગ પર મૂકો.
- ઢાંકણ ઢાંકીને 15-20 મિનિટ વરાળમાં પકાવો. ઠંડુ કરો અને રેફ્રિજરેટરમાં રાખો.
- કેરીના ટુકડાથી ગાર્નિશ કરીને ઠંડુ કરીને સર્વ કરો