સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકાય છે
શરીરમાં વિટામીનની ઉણપને દૂર કરીને રોગપ્રતિકારક
ડુંગળી અને ટામેટાંમાં રહેલાં છે ભરપૂર પોષક તત્વો
વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડોક્ટરો પણ વિટામિનથી ભરપૂર ફળો અને શાકભાજીના સેવનની ભલામણ કરે છે. માત્ર આ 5 વસ્તુઓના સલાડમાંથી તમે પુષ્કળ પોષક તત્વો મેળવી શકો છો.રોજ સલાડ ખાવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. પરંતુ માત્ર ડુંગળી અને ટામેટાંમાંથી ભરપૂર પોષક તત્વો જ નથી મળતા, પરંતુ સલાડની પ્લેટમાં પૌષ્ટિક ફળોનો પણ સમાવેશ કરવો જોઈએ. તેના સેવનથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. સાથે જ શરીરમાં એનર્જી પણ રહે છે. શરીરમાં વિટામીનની ઉણપને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આવો જાણીએ કે કેવી રીતે બનાવી શકાય હેલ્ધી સલાડ.
ફ્રૂટ સલાડ માટેની સામગ્રી:
- 1 કપ પપૈયુ
- 1 કપ કેળું
- 1 કપ કીવી
- ½ કપ નારંગી
- ½ કપ સફરજન
- 1 ચમચી કાળા મરી પાવડર
- 1 ચમચી ચાટ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- કાળું મીઠું સ્વાદ પ્રમાણે
ફ્રુટ સલાડ બનવવાની રીત:
- સૌપ્રથમ તમામ ફળોના ટુકડા કરી લો અને એક વાસણમાં મૂકો.
- તેમાં કાળા મરી પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ અને મીઠું ઉમેરો.
- પોષક તત્વોથી ભરપૂર સલાડ તૈયાર છે.