- ઠંડીમાં બાળકને ગરમી આપે તેવો ખોરાક આપવો જોઈએ
- નાના બાળકને દરેક ઋતુની અસર ઝડપથી થતી હોય છે
- ભૂલકાઓને જમવામાં હલદરનું પ્રમાણ વધારો
હાલ શિયાળાની ઋતુ પૂર જોષમાં ચાલી રહી છે. ઠંડીની મોસમમાં લોકો પોતાનો વિશેષ ખ્યાલ રાખતા હોય છે. પરંતુ જ્યારે બાળકોની વાત આવે ત્યારે પેરેન્ટ્સ વધુ સજાગ બને છે. પેરેન્ટ્સ હંમેશાં તેમના બાળકના સ્વાસ્થ્યને લઈને સતર્ક હોય છે. વરસાદ હોય કે ઠંડી બાળકોને દરેક ઋતુથી બચાવવા એ મોટું ચેલેન્જ હોય છે. ત્યારે અમુક ટિપ્સ એવી છે કે જેનાથી બાળકોની ઇમ્યુનિટી વધશે. બાળકો શરદી-ઉધરસ અને તાવથી દૂર રહેશે. બાળકને શું ગમે છે તે સૌથી વધુ તેમની માતાને ખબર હોય જ છે. નાના બાળકોના જમતી વખતે તેમના નખરા પણ વધારે હોય છે. આથી તેમને ખબર ના પડે તેમ તેમના ભોજનમાં અમુક હેલ્ધી વસ્તુઓ ઉમેરો કરવો જોઈએ.
બાળકોને દૂધમાં ખાંડને બદલે ગોળ મિક્સ કરીને આપવું જોઈએ. જો તેમને સ્વાદ ના ભાવતો હોય તો મનપસંદ ફ્લેવર ઉમેરી શકાય છે. ગરમ દૂધમાં ગોળ મિક્સ કરો અને બાળકને દૂધ પીવા માટે આપો. દૂધમાં ગોળ નાખીને ઉકાળવું ના જોઈએ. ઘરે બનાવેલા ઘીમાં મગની દાળ કે ગાજરનો હલવો બનાવીને બાળકોને આપો. હલવામાં સફેદ તેલ નાખીને બાળકને આપો. ઘી અને તલ શરીરને ગરમ રાખશે. બાળક વધારે નાનું હોય તો એક ચપટી તજ પાઉડરમાં મધ મિક્સ કરીને ચટાડો. આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધમાં થોડું કેસર નાખીને ઉકાળો અને પછી બાળકને પીવા આપો. કેસર શરીરને ગરમ રાખે છે.
બાળકને વેજીટેબલ સૂપમાં મરી પાઉડર મિક્સ કરીને બાળકને આપો. મરી શરીર ગરમ રાખશે. શિયાળામાં મરી વાળો પ્રયોગ ખાસ કરીને કરવો જોઈએ. બાળકને શિયાળાની ઋતુમાં વધારે કાળજીની જરૂર હોય છે. ત્યારે દરેક સીઝનમાં બીમારીઓ બદલાય છે અને શરીરની જરૂરિયાત પ્રમાણે શાકભાજી અને ફળ માર્કેટમાં આવે છે. જો આપણે આ વાત સમજીને ડાયટમાં ફળ-શાકભાજી સામેલ કરશો તો અનેક બીમારીઓથી દૂર રહી શકશો. બાળકો અને ઉંમરલાયક લોકોએ ઠંડીની સીઝનમાં વિટામિન સી લેવું જરૂરી છે. એન્ટિ-ઓક્સિડન્ટ તત્ત્વોથી ભરપૂર ફળ-શાકભાજી ઇમ્યુનિટી વધારે છે. વિટામિન સી માટે શક્કરિયા, સંતરા, સ્ટ્રોબેરી, કીવી ખાવા. આ ફળ સાંજે કે રાત્રે ના ખાવા જોઈએ.