પીચ પર 60થી વધુ જંતુનાશકો મળી આવ્યા છે
જટરોફાથી ભારતના ઘણા ભાગોમાં બાળકો ઝેરી સેવનથી પ્રભાવિત થયા
સી બકથ્રોન બેરી જોવામાં જેટલી આકર્ષક છે તેટલી જ ઝેરી છે.
કેટલાક ફળો એવા પણ છે જેને ખાવાથી જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. દુનિયામાં એવા ઘણા ફળ છે જે જોવામાં જેટલા સ્વાદિષ્ટ અને સુંદર હોય છે, તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક હોય છે.
સ્ટાર ફ્રુટ:
એક ખાટુ અને મીઠુ ફળ છે. તેમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. પણ જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે આ ફળ ખાતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. તેના વધુ પડતા સેવનથી ખાવાથી કિડનીને નુકસાન, હાર્ટ એટેક અને મૃત્યુ પણ થઈ શકે છે.
પીચ:
તમને પીચ ખાવાનું પસંદ છે, તો તમને જણાવી દઈએ કે પીચ પર 60થી વધુ જંતુનાશકો મળી આવ્યા છે. તેના બીજમાં એમીગડાલિન નામનું સંયોજન હોય છે જે પેટમાં પીવાથી હાઇડ્રોજન સાયનાઇડમાં ફેરવાય છે અને ઝેર બની જાય છે.
જટરોફા:
ભારતના ઘણા ભાગોમાં બાળકો આ ઝેરી ફળના સેવનથી પ્રભાવિત થયા છે. અસલમાં આ મીઠા, પીળા ફળમાં જોવા મળતા બીજ ખતરનાક ઝેરનું કામ કરે છે. જટરોફાના બીજ ઉલ્ટી, ઝાડા અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
સી બકથ્રોન બેરી:
આ નારંગી રંગની સી બકથ્રોન બેરી જોવામાં જેટલી આકર્ષક છે તેટલી જ ઝેરી છે. આ બેરી અમેરિકા, કેનેડા, પૂર્વ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. જો કોઈ આકસ્મિક રીતે ઝેરી તત્વોથી ભરપૂર આ બેરી ખાય છે, તો નર્વસ સિસ્ટમમાં સોજો અને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.