માદા મચ્છર મચ્છરના કરડવાથી ફેલાય છે
શરીરને સંપૂર્ણ રીતે ઢાંકે તેવા કપડાં પહેરો
યોગ્ય તબીબી સંભાળ લેવી મહત્વપૂર્ણ છે
વરસાદ ની ઋતુના આગમન સાથે જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ઉછાળો જોવા મળે છે. ડેન્ગ્યુ એ માદા મચ્છર એડેસ એજિપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી અને જ્યારે આ રોગથી તમે સંક્રમિત થાવ ત્યારે તેના નિદાન માટે યોગ્ય તબીબી સંભાળ લેવી મહત્વપૂર્ણ છે. જો તમે ડેન્ગ્યુના શિકાર બનવા માગતા નથી તો તમારા માટે એ બેસ્ટ છે, કે તમે શરીરને સંપૂર્ણ રીતે ઢાંકે તેવા કપડાં પહેરો. એક્સપર્ટ આ ચોમાસામાં ડેન્ગ્યુના ચેપથી બચવા માટેની ટિપ્સ શેર કરે છે.
ડેન્ગ્યુના ચેપથી બચવા માટેની અસરકારક ટિપ્સ
- ડેન્ગ્યુથી બચવા માટે ફૂલ બાંયના કપડાં પહેરો.
- ઘરની બહાર નીકળતાં પહેલાં મચ્છરને ભગાડવા માટે મોસ્કિટો રેપ્લેન્ટનો ઉપયોગ કરો.
- સાંજ દરમિયાન મચ્છર વધુ પડતાં સક્રિય હોય છે તેથી સૂર્યાસ્ત પહેલાં દરવાજા અને બારીઓ બંધ કરી ડો .
- ઘરની નજીક પાણી ભરાયેલ ન હોવું જોઈએ,
- સામાન્ય રીતે અંધારાવાળી જગ્યાએ મચ્છર વધુ પડતાં જોવા મળે છે.
- ઘરની પાસે કચરો ભેગો ના થાય તેનું ઘ્યાન રાખો. સમયાંતરે સાફ-સફાઈ કરતાં રહો.
- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારી રીતે સંતુલિત આહાર લેવાનું સુનિશ્ચિત કરો. તમારે તાજાં ફળો, શાકભાજી, આખા અનાજ, કઠોળને આહારમાં સામેલ કરવાની જરૂર છે. પ્રોસેસ્ડ ફૂડના સેવનને મર્યાદિત કરો, જે બીમારી અથવા રોગ સામે લડવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને ઘટાડી શકે છે. આ સમયે જરુરી માત્રામાં પાણી પીવું અને હાઇડ્રેટેડ રહેવું હિતાવહ રહેશે.
- જો તમને તાવ, માથાનો દુખાવો, આંખનો દુખાવો, સ્નાયુ, સાંધા અથવા હાડકાનો દુખાવો, ફોલ્લીઓ, ઉબકા અથવા ઉલ્ટી જેવા ડેન્ગ્યુના લક્ષણો હોય તો તમારે તાત્કાલિક તબીબી સહાય લેવી જ જોઇએ.