ડાયાબિટીઝમાં બ્લડમાં રહેલ સુગરને કાબુમાં રાખવું પડે છે
સુગરને કાબુમાં કરવા કાળા જાંબુ અથવા મેથીનો ઉપયોગ કરી શકો
અંજીરના પાનથી પણ પણ સુગર રહેશે કંટ્રોલમાં
શું કોઈ પણ રોગને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય? તે બહુ મોટો સવાલ છે. ડાયાબિટીઝના દર્દીઓમાં બ્લડ સુગરને દૂર કરવા માટે પણ આવું જ છે. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે હા સુગરને જડ મૂળથી નિયંત્રિત કરી શકાય છે. જો કે આ માટે તમારે તમારા ઘરે પણ પ્રાકૃતિક પદ્ધતિઓનું પાલન કરવું પડશે, તો જ પરિણામ મળશે.
મેથી શુગરને નિયંત્રિત કરવામાં ઉપયોગી
ડાયાબિટીસના રોગીઓ માટે મેથી પણ કોઈ વરદાનથી ઓછી નથી. જો તમે વિચારી રહ્યા છો કે તમને મેથીનો લાભ નહીં મળે તો તમે ખોટા સાબિત થઈ શકો છો. આ માટે તમારે તેનું નિયમિત સેવન કરવું પડશે. ગંભીર દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર તેનું સેવન ન કરવું જોઈએ.
અંજીરના પાંદડાથી પણ લાભ થશે
શું તમે જાણો છો કે અંજીરના પાનથી પણ તમને ફાયદો મળે છે રોજ સવારે ખાલી પેટ અંજીરના પાન ચાવીશો તો પણ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળશે. આ સિવાય તમે આ પાનને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો.
કાળા જાંબુના બીજ બ્લડ સુગર નિયંત્રિત કરશે
કાળા જાંબુના બીજનો ઉપયોગ ડાયાબિટીઝના દર્દીઓની સારવાર માટે પણ થઈ શકે છે. તમે તેના બીજનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકો છો. જો તમે તેના બીજને પીસીને ચા બનાવીને પીશો તો તમને પણ ફાયદો થશે. અથવા તો તેનું પાણી પીવાથી પણ શુગર કંટ્રોલ થઇ શકે છે.