કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કાચી હોય કે પાકી કેરી સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે. ખાસ કરીને ઉનાળામાં તેનું સેવન સીઝનલ બીમારીઓથી રાહત આપે છે. કાચી કેરીમાં વિટામિન એ, સી અને ઈ ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. લૂથી રાહત મેળવવા માટે કાચી કેરીનું શરબત પીવામાં આવે છે. સાથોસાથ પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. જોકે ડાયાબિટીસના દર્દીઓએ કાચી કેરીનું સેવન ન કરવું જોઈએ.
શરીરને હાઈડ્રેટ રાખવાનો તરબૂચ રામબાણ ઈલાજ છે. તેમાં પોટેશિયમ, રાઈબોફ્લેવિન, આયર્ન, કેલ્શિયમ, ઝિંક, ફાયબર, નિયાસિન, વિટામિન એ, બી, સી અને લાઈકોપીન જેવા પોષક તત્ત્વો હાજર હોય છે. આ સિવાય તરબૂચમાં 96% પાણી હોય છે. જોકે તરબૂચ ખાધા પછી પાણી, જ્યુસ અથવા અન્ય પીણા ન પીવા જોઈએ. તેનાથી પાચનતંત્ર પર અસર પડે છે. સાથોસાથ ઉલ્ટી આવવા જેવો અનુભવ થઈ શકે છે.
દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, કે, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, સોડિયમ મળી આવે છે. જે ગરમીની ઋતુમાં શરીરને તરોતાજા રાખે છે. દ્રાક્ષને સીધા ખાઈ શકાય છે. આ ઉપરાંત જ્યુસ બનાવીને તેનું સેવન પણ કરી શકાય છે.
સંતરા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. કાળઝાળ ગરમીમાં તે શરીરને એનર્જી આપવામાં સક્ષમ છે. સંતરામાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો ભરપૂર માત્રામાં હાજર હોય છે. જે શરીરની કમ્યુનિટી વધારવાનું કામ કરે છે. સંતરાનો રસ શરદી-ખાસી અને તાવ મટાડે છે.
ગરમીથી બચવા માટે તરબૂચની જેમ શક્કરટેટીનું સેવન કરવામાં આવે છે. તે શરીરને હાઈડ્રેટ અને ઠંડુ રાખે છે. સાથોસાથ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.