આપણી આસપાસ દરેક પ્રકારના છોડ-વૃક્ષ મોજૂદ છે, આ છોડ પર આવતા પાન, ફૂલ અને ફળોનો ઉપયોગ ભોજનથી લઇ અલગ અલગ કામમાં કરવામાં આવે છે. આમ તો મોટાંભાગના પાન જાનવરો માટે ઘાસચારા માટે કરવામાં આવે છે. પરંતુ કેટલાંક પાન એવા પણ હોય છે જેમાં ઔષધિય ગુણો રહેલા છે. તેના ઉપયોગથી કેટલીક બીમારીઓને કાયમી દૂર કરી શકાય છે.
SAAOL ફાઉન્ડર અને ભારતના જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડો. બિમલ છાજેર (Dr. Bimal Chhajer, Heart Care specialist) અનુસાર, ભારતમાં એવા અનેક પાન છે જેમાં પાવરફૂલ ગુણો રહેલા છે, તેના ઉપયોગથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળી શકે છે.
તમાલપત્ર
ભોજન અને ખાસ કરીને દાળનો સ્વાદ વધારતા આ પાન હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક છે. તે પાચન તંત્રને સુધારે છે અને પેટના દુઃખાવાને દૂર કરે છે. કબજિયાતની સમસ્યામાં ઉપરાંત ડાયરિયામાં આરામ મળી શકે છે. વળી, આ પાન ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે.
મીઠા લીમડાના પાન
આ પાન ભોજનમાં ઉત્તમ ખુશ્બુ ઉમેરવાની સાથે ગ્લૂકોઝને કંટ્રોલ કરે છે. આયર્નથી ભરપૂર આ પાન એનિમિયાને દૂર કરે છે, હિમોગ્લોબિન વધારે છે. જો તમને લોહીની ઉણપ હોય તો આ પાનનું સેવન ચોક્કસથી કરો.
લીલા ધાણા
ભોજનમાં ઉત્તમ સ્વાદ ઉમેરતા લીલા ધાણામાં વિટામિન એ, સી અને ઇનો ઉત્તમ સ્ત્રોત રહેલો છે. તે આંખોની રોશની વધારે છે, ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. ઉપરાંત બ્લડ સેલ્સને ઇફેક્ટિવ બનાવે છે અને લોહીને સુધારવાનું કામ કરે છે.
મેથીના પાન
મેથીનું શાક કોને પસંદ નથી, પરંતુ શું તમે જાણો છો કે, હાર્ટ અટેક માટે જવાબદાર કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મેથીના પાન મદદ કરે છે. ડાયાબિટીસમાં શુગર નિયંત્રિત રાખવા ઉપરાંત ઇન્સ્યૂલિન સ્ત્રાવમાં તે વધારો કરે છે. બ્લડ ક્લોટિંગની સમસ્યામાં પણ રાહત આપે છે.