ડુંગળીમાં એક્સિ ઓક્સિડન્ટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સની ભરપૂર માત્રા
આંતરડાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી માટેની ઉત્તમ ઔષધી
ડુંગળીથી વજન પણ ઘટાડી શકાય છે.
શેકેલુ ખાવાનુ અનેક લોકોને પસંદ આવે છે. અનેક લોકો બાર્બેક્યૂ ખાવાનુ પસંદ કરે છે. આવામાં ડુંગળી એવુ શાક છે, જે તેના તીખા સ્વાદને કારણે આંખમાં પાણી લાવી દે છે. અનેક લોકો ભોજનમાં અડધી કાચી ડુંગળી ખાવાનુ પસંદ કરે છે. જેમાં કેટલાક લોકો ડુંગળીને શેકીને ખાવાનુ પસંદ કરે છે. ત્યારે તમને ખબર નહિ હોય કે આ શેકેલી ડુંગળી તમારા સ્વાસ્થયને બહુ જ ફાયદો કરાવી શકે છે.ડુંગળી એક્સિ ઓક્સિડન્ટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સથી ભરપૂર હોય છે. આ બંને તત્વો સોજાની સમસ્યા સામે લડે છે અને રક્ત કોશિઓમા ઉત્પાદન તેજીથી કરે છે. તેનુ સેવન આપણા હૃદય માટે બહુ જ સારુ કહેવાય. તે રક્તના પ્રવાહને જોમખથી દૂર રાખે છે. આવામાં જ ડુંગળી શેકવામાં આવે તો તેના તત્વો વધુ સારી રીતે શરીરમાં કામ કરે છે.રોજ ડુંગળી ખાવાથી તમારા હેલ્થની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે તમારા મળ ત્યાગમાં મદદ કરે છે.
ડુંગળી ફાઈબર અને પ્રોબાયોટિક્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. જે તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. પ્રોબાયોટિક્સ ગેસ પચાવવા માટેનુ ફાઈબર છે.અનેક લોકો કહે છે કે, શેકેલી ડુંગળી હેલ્થ માટે હાનિકારક છે. તો એમ પણ કહે છે કે, તે કાર્સિનોજેનિક પણ હોઈ શકે છે. કેટલાક એમ કહે છે કે, શેકેલુ ભોજન ખાવાથી કેન્સર થઈ શકે છે. જોકે, શેકેલુ ભોજન ખાવાથી કેન્સરનુ પ્રમાણ વધે છે તે વાત સાચી છે. ભોજન શેકવા પર તેમાં રેડિયલ નામના પદાર્થ બને છે. જે તમારા શરીર માટે હાનિકારક હોય છે. તે વાસ્તવમાં અનેક બીમારીનુ કારણ બને છે. પેટ ફૂલવાની સમસ્યા જે લોકોને આવતી હોય તેઓએ શેકેલી ડુંગળી ટ્રાય કરવી જોઈએ. આ રીતે વજન પણ ઘટાડી શકાય છે. આ પ્રયોગ સરળ, પ્રભાવી અને સ્વાદિષ્ટ છે.