જે લોકોને ગાંડપણની તકલીફ હોય તેમાં ડુંગળીનો રસ ફાયદાકારક
પેટનાં કીડાઓને મારવામાં ડુંગળીનો રસ ફાયદાકારક
ઉનાળાની લૂ માટે રામબાણ ઈલાજ છે ડુંગળી
ઉનાળાની કાળજાળ ગરમીમાં અને ગરમ લૂમાં ડુંગળી ખૂબ ફાયદા કારક નીવડે છે. ખાસ ઉનાળાની સિઝનમાં ડુંગળીના સેવનથી તમે લૂથી બચી શકો છો. ઉનાળામાં ગરમીને કારણે ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યા પણ થાય છે. તેમજ નાકમાથી લોહી નીકળવા જેવી સમસ્યાઓ પણ ઉદભવતી હોય છે. ત્યારે આવી સમસ્યા માટે ડુંગળી ખુબજ ફાયદા કારક રહે છે. માટે જ તડકામાં કામ કરતા મજૂરો, ખેડૂતો, બપોરના સમયે રોટલી, ડુંગળી અને મીઠું જમે છે.ડુંગળીનાતો અનેક ફાયદા ઑ છે, ત્યારે ડુંગળી બે પ્રકારની આવે છે. સફેદ અને લાલ. સામાન્ય રીતે લાલ ડુંગળીઓ વધુ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં સફેદ ડુંગળીને પણ અસરકારક માનવામાં આવે છે. સફેદ ડુંગળીનો સ્વાદ તાકાત વધારનાર છે.
લાલ ડુંગળી પ્રકૃતિમાં ઠંડી હોય છે. તે પચવામાં ભારે હોય છે. ઉનાળામાં બંને પ્રકારની ડુંગળી ખાવી સારી માનવામાં આવે છે. જો ડુંગળીને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદો થાય છે. કાચી ડુંગળી અને તેનો રસ દવાની જેમ કામ કરે છે.બપોરના ભોજનમાં કાચી ડુંગળીનું સલાડ ખાઓ. બપોરના ભોજનમાં કાચી કેરી, કાચી ડુંગળી, સંચળ, જીરું, ગોળ મિક્સ કરીને તૈયાર કરેલું કાચુંબર ખાઓ. જો કોઈ વ્યક્તિને ગરમી લાગવાની સમસ્યા હોય તો તે ડુંગળીને વરાળથી અથવા બાફી શકે છે. જીરું, સાકર, થોડી માત્રામાં ગાયનું ઘી નાખીને ખાઓ. આ ઉપાયથી વધુ લૂ નહીં લાગે. જ્યારે બાળકો વધુ મીઠાઈઓ ખાય છે ત્યારે તેમના પેટમાં કીડા થાય છે. એક અઠવાડિયા સુધી દિવસમાં બે વખત ડુંગળીના રસના બે ટીપાં પીવડાવાથી કીડા મરી જશે.જો બાળકને ગાંડપણની તકલીફ થાય ત્યારે સફેદ ડુંગળીનો રસ આંખોમાં આંજળની જેમ લગાવો. જો કોઈને વારંવાર નાકમાંથી લોહી પડતું હોય તો ડુંગળીનો રસ કાઢીને તેના ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે. આ સાથે જ અસ્થમા અને હેડકીની સમસ્યામાં ડુંગળીનો રસ નાકમાં નાખવાથી સારી અસર જોવા મળશે.
કાનની સાંભળવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો ડુંગળીનો રસ તલ કે સરસવના તેલમાં ઉકાળો. આના 3 ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.જો ત્વચા પર કોઈ પ્રકારની ફોલ્લીઓ કે ગૂમડા હોય પરંતુ તે પાકતું ન હોય તો રાત્રે ડુંગળીની છીણી લો. તે છીણમાં ગોળ અને હળદર ભેળવીને અડધી ફોલ્લી કે ગુમડા પર લગાવો. એક-બે દિવસમાં ફોલ્લીઓ કે ગૂમડા પાકી જશે અને ફૂટી જશે. જો કોઈને બ્લીડિંગ પાઈલ્સની સમસ્યા હોય તો 4-5 ચમચી ડુંગળીના રસમાં એક ચમચી સાકર મિક્ષ કરીને પીવો. અડધી ચમચી ગાયનું ઘી મિક્સ કરો. તેને દિવસમાં બે વાર સવારે અને સાંજે પીવો. રક્તસ્ત્રાવ બંધ થશે. જો તમને માથામાં જૂ થઈ ગઈ હોય અથવા માથામાં ફોલ્લીઓ કે ખીલ થઈ રહ્યા હોય તો ડુંગળીનો રસ રાત્રે સૂતા સમયે માથા પર લગાવો અને સૂકવવા દો. સવારે વાળને પાણીથી ધોઈ લો. જૂ ઓછા થઇ જશે.