- કિડનીનું કામ શરીરમાંથી બેકાર અને ટોક્સિક પદાર્થને બહાર કાઢવાનું
- વધુ દારૂના સેવનથી કિડનીના ફંક્શન કરવામાં ઘણી સમસ્યા પેદા થઈ શકે છે
- ડેરી પ્રોડક્ટ્સનું વધુ સેવન કરવાથી કિડની પર ખરાબ અસર પડી શકે છે
માનવ શરીરને કાર્યરત રાખવા માટે શરીરના ઘણા અંગો કામ કરતાં રહે એ જરૂરી છે. એવામાં જો એક અંગ પણ કામ કરતાં આટલી ગયું તો શરીર પણ કામ કરતાં અટકી જાય છે. એવા જ ઘણા અંગો માંથી એક છે કિડની. કિડની શરીરનો એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. કિડને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે, કિડનીનું કામ શરીરમાંથી બેકાર અને ટોક્સિક પદાર્થને બહાર કાઢવાનું છે. એ યુરીનનું નિર્માણ કરવાની સાથે જ બ્લડ પ્રેશરને બરાબર રાખે એવા હોર્મોન્સને સ્ત્રાવીત કરે છે. આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કિડનીને આડકતરી રીતે નહી પણ સીધેસીધું નુકશાન પંહોચાડે છે. જો કે ખરાબ લાઈફસ્ટાઈલ અને કઇં પણ ખવાપીવાની આદતને કારણે કિડનીમાં ઘણી સમસ્યા ઉદભવે છે જેવી કે કિડની ઇન્ફેકશન, કિડની સ્ટોન કે કેન્સર. આવી બધી સમસ્યાથી બચવા માટે ખાસ આ વાતોનું ધ્યાન રાખો.
કિડની ખરાબ થવાના શરૂઆતી લક્ષણ
ભૂખ ઓછી લાગવી
શરીરમાં સોજો
વધુ ઠંડી લાગવી
ચામડીમાં ફોલ્લીઓ
પેશાબમાં પરેશાની
ચીડચિડિયાપણું
કિડની શું કામ કરે છે?
કિડની શરીરમાંથી યુરીન દ્વારા ગંદકી દૂર કરવાનું કામ કરે છે. જેમને પણ કિડનીને લગતી બીમારી વિશે શરૂઆતી દિવસોમાં ખબર પડી જાય છે એમને તેમની લાઇસ્ટાઇલ અને ખાવા-પીવાની આદતોમાં બદલાવ કરી લેવો જોઈએ. જેમને આગળ જતાં ખબર પડે એમણે અંતે ડાયલિસીસ કરાવવાની ફરજ પડે છે.
કિડની સમસ્યાથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
1- દારૂ
વધુ દારૂનું સેવન કરવાથી પણ કિડની ખરાબ થઈ શકે છે. વધુ દારૂના સેવનથી કિડનીના ફંક્શન કરવામાં ઘણી સમસ્યા પેદા થઈ શકે છે. જેની સીધી અસર તમારા મગજ પર પડે છે. દારૂ ફક્ત તમારી કિડની પર જ નહી પણ સરીરના બીજા અંગોને પણ નુકશાન પંહોચાડે છે.
2- મીઠું
મીઠામાં સોડિયમ હોય છે અને એ પોટેશિયમ સાથે મળીને શરીરમાં ફ્લૂડની માત્રાને બરાબર રાખવામાં મદદ કરે છે પણ ખાવામાં મીઠાનું પ્રમાણ વધારે લેવાથી શરીરમાં ફ્લૂડની માત્રા વધી શકે છે જેને કારણે કિડની પર વધુ દબાણ આવે છે અને કિડનીને નુકશાન પંહોચાડે છે.
3- ડેરી પ્રોડક્ટ્સ
દૂધ,ચીજ, પનીર અને બટર જેવા ડેરી પ્રોડક્ટ્સનું વધુ સેવન કરવાથી કિડની પર ખરાબ અસર પડી શકે છે. ડેરી પ્રોડક્ટ્સમાં વધુ માત્રામાં પ્રોટીન હોય છે અને જે કિડનીને નુકશાન પંહોચાડે છે. તેમ કેલ્શિયમ વધુ હોવાને કારણે કિડની સ્ટોનણી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.
4- રેડ મીટ
રેડ મીટમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે જે કિડની માટે સારું ગણવામાં આવતું નથી.
5 – આર્ટિફિશિયલ મીઠાશ
બજારમાં મળતી મીઠાઇ, કુકી અને કોલ્ડડ્રિંકમાં આર્ટિફિશિયલ મીઠાશ વધુ હોય છે જે આપની કિડનીને નુકશાન પંહોચાડે છે. ડાયાબિટીસના દર્દીને આ વસ્તુ ખાવાથી કિડનીની સમસ્યાના શિકાર બને એવી સંભાવના વધુ હોય છે.