તણાવને અનેક બિમારીઓનુ મૂળ માનવામાં આવે છેે.
મોટાભાગની સમસ્યાઓનો જન્મ અનહેલ્ધી ડાયટના કારણે થાય છે
ધુમ્રપાનથી વાળ સમય પહેલા વ્હાઈટ થાય છે
પહેલાના જમાનામાં જો માથા પર વ્હાઈટ વાળ આવી જાય તો તેને વૃદ્ધત્વની નિશાની સમજવામાં આવતી હતી. પરંતુ હાલના સમયમાં 25 થી 30 વર્ષના ઉંમરના લોકોને પણ વાળ વ્હાઈટ આવે છે, જેના કારણે યુવાનોને અવારનવાર શરમ અને લો કોન્ફિડન્સનો સામનો કરવો પડે છે.
તણાવને અનેક બિમારીઓનુ મૂળ માનવામાં આવે છેે, કારણકે એક સારા મગજ વગર આપણે હેલ્થી બોડીની કલ્પના કરી શકતા નથી. કહેવાય છે કે ટેન્શનથી વ્હાઈટ વાળ ઉગે છે અને વ્હાઈટવાળના કારણે ચિંતા થાય છે. તેથી સારું એ રહેશે કે તમે તમારા જીવનમાં વધુ સ્ટ્રેસ ના લેશો.
તમારા શરીરની મોટાભાગની સમસ્યાઓનો જન્મ અનહેલ્ધી ડાયટના કારણે થાય છે, વાળનુ વ્હાઈટ થવુ પણ કોઈ અપવાદ નથી. હાલમાં યુવાનોને માર્કેટમાં જંક અને ફાસ્ટ ફૂડ ખાવાનુ વધારે પસંદ હોય છે, જે તમારા આરોગ્યને બગાડે છે. જો તમારું પેટ બગડે તો તેની અસર વાળ પર થવી નક્કી છે. તમે દરરોજના ભોજનમાં વિટામિન્સ, કેલ્શિયમ, પ્રોટીન, જિન્ક, આયરન, કૉપર જેવા મહત્વના ન્યુટ્રીએન્ટ્સને આવશ્ય સામેલ કરો.
સિગરેટ, બીડી, હુક્કા જેવી વસ્તુઓ આરોગ્ય માટે બિલ્કુલ પણ સારી નથી. તમે જાણો છો કે આ બધી વસ્તુમાંથી નિકળતો ધુમાડો તમારા ફેફસાને ખરાબ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ધુમ્રપાનથી વાળ સમય પહેલા વ્હાઈટ થાય છે? કારણકે આજકાલના યુવાનોમાં આ કુટેવ વધારે જોવા મળે છે. તેથી તેમના વાળ બગડી જાય છે.