કોરોના મહામારીના આગમન બાદ ભારતમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ ખાસ કરીને યુવાનો પણ આ રોગનો આસાનીથી શિકાર બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યારે કોઈ પણ પૂર્વ લક્ષણો વગર અચાનક હાર્ટ એટેક આવ્યો અને વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોય છે. તાજેતરમાં, દિલ્હીની ગંગારામ હોસ્પિટલના નિષ્ણાતોએ ભારતીય લોકોમાં હાર્ટ એટેક પાછળનું કારણ જાણવા માટે એક અભ્યાસ કર્યો છે. જેમાં ચોંકાવનારી અનેક હકીકતો સામે આવી છે.
સર ગંગારામ હોસ્પિટલના કાર્ડિયોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા તાજેતરમાં 250 દર્દીઓ પર એક સંશોધન અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે જર્નલ ઓફ ઈન્ડિયન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત પણ થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે, સામાન્ય રીતે એવું અનુમાન કરવામાં આવે છે કે ભારતીયોમાં હૃદયરોગનો હુમલો નાના વ્યાસની ધમનીઓ હોવાને કારણે થાય છે, પરંતુ તાજેતરના એક અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે ધમનીનો વ્યાસ નહીં પરંતુ શરીરની નાની સપાટી હોવી હદય રોગના હુમલાનું મુખ્ય કારણ છે.
કાર્ડિયોલોજી વિભાગના ચેરપર્સન અને લેખક ડો. જેપીએસ સાહનીના જણાવ્યા પ્રમાણે સર્વેક્ષણ કરાયેલા દર્દીઓમાંથી 51 ટકા દર્દીઓ હાઈપરટેન્શનથી પીડાતા હતા. જ્યારે 18 ટકાને ડાયાબિટીસ, 4 ટકા ધૂમ્રપાન અથવા ધૂમ્રપાન કરતા હતા. આ સાથે જ 28 ટકા દર્દીઓ ડિસ્લિપિડેમિક હતા. અને 26 ટકા દર્દીઓ એવા હતા કે પરિવારમાં પણ ઘણા લોકો હૃદય રોગનો ઇતિહાસ ધરાવતા હતા.
બીજી તરફ, કાર્ડિયોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર અને લેખક ડો. અશ્વિની મહેતાએ જણાવ્યું હતું કે, અભ્યાસ સૂચવે છે કે ભારતીયો અને ખાસ કરીને એશિયન લોકોને લઈને એવો અંદાજ છે કે, ધમનીઓમાં ચરબીના સંચયના જોખમ પાછળની કોરોનરી ધમની મોટી હોય છે. જ્યારે અભ્યાસ મુજબ એ સાબિત થયું છે કે, ભારતીય લોકોની કોરોનરી ધમનીનું કદ નાનું નથી પરંતુ શરીરની સપાટીનો વિસ્તાર નાનો છે. ડો. ભુવનેશ કંડપાલ સમજાવે છે કે, આ અભ્યાસ ભારતીય વસ્તીમાં કોરોનરી ધમનીના કદનો અંદાજ કાઢવા માટે કરવામાં આવ્યો હતો જેથી કરીને તે શોધી શકાય કે ભારતીય લોકોની ધમનીઓના પરિમાણો અન્ય લોકોના પરિમાણો કરતાં કેટલા અલગ છે.