માથામાં તેલ નાખતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ક્યારેય પણ માથું ધોયા બાદ ન નાખો તેલ
માથામાં તેલ નાખવાનો યોગ્ય સમય છે રાત્રે
અત્યારના સમયમાં લોકોને મથામાથી વાળ ખરી જવાની સમસ્યા થતી હોય છે. જેને કારણે લોકો વિવિધ તેલ કે દવાઓનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ તમે આડેધડ કોઈપણ તેલનો ઉપયોગ કરતાં હોવ તો ચેતીજ્જો એ તમારા માટે બની શકે છે નુક્સાન કારક. વાળની સુરક્ષા અને ચમક માટે માથાની ચામડીમાં પ્રાકૃતિક ઓઈલ હાજર હોય છે, પરંતુ આ બદલાતી જીવનશૈલી, પાણીની ખરાબ ગુણવતા અને વાતાવરણમાં બદલાવ સ્કેલ્પમાં રહેલા આ પ્રાકૃતિક ઓઈલને નુકશાન પહોંચાડે છે. આ સમયે વાળમાં ઓઈલ લગાવવું જરુરી બની જાય છે. વાળમાં તેલ લગાવવું જરુરી શા માટે છે? હેયર ઍક્સપર્ટ ડૉ. અમિત સેન પાસેથી જાણો.
હેર વોશ કર્યા પછી માથામાં ક્યારેય તેલ ના નાખવું, કારણ કે તેના કારણે તમારા વાળ નબળાં પડી શકે છે અને વાળ તૂટી પણ શકે છે. તેના કારણે સ્કૈલ્પમાં શુષ્કપણું આવી જાય છે અને વાળમાં દુર્ગંઘ આવી શકે છે. વાળમાં તેલ ના લગાવવાના કારણે જૂ, ખોળો અને શુષ્કપણાંની સમસ્યા થઈ શકે છે. જો તમારા વાળ વેવી કે કર્લી હોય તો હેર ઓઈલિંગથી ઘણો લાભ થઈ શકે છે. તે વાળને જડથી મજબૂત કરે છે અને વાળના વિકાસમાં પણ વૃદ્ધિ થાય છે.
અઠવાડિયામાં 2-3 વાર સરસવનું ઓઈલ, કોકોનટ ઓઈલ અને આમળાના ઓઈલથી વાળની યોગ્ય રીતે મસાજ કરો. વાળની સારી એવી વૃદ્ધિ માટે કોકોનટ ઓઈલમાં આમળાનું ઓઈલ અથવા આમળાનું જ્યુસ મિક્સ કરીને લગાવો.
વાળમાં તેલ લગાવવાનો સારો સમય રાતનો છે. આખી રાત વાળમાં તેલ લગાવેલું રાખો અને સવારમાં માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લો. જો ઓઈલી સ્કૈલ્પ છે તો તેલ લગાવતા પહેલાં વાળ ધોઈ લો અને પછી માથામાં તેલ લગાવીને 4-5 કલાક તેલ રાખો અને પછી હેરવોશ કરી લો. ઓઈલી વાળ માટે આમળાના તેલમાં એલોવેરાનું જ્યુસ મિક્સ કરીને લગાવવું લાભદાયી સાબિત થાય છે.
પાણીમાં હાજર હાનિકારક કેમિકલ્સ અને હેર વોશ દરમિયાન શેમ્પુનો વધારે પડતો ઉપયોગ તમારા વાળ ખરવા પાછળનું કારણ બની શકે છે. ગરમીની ઋતુમાં પરસેવાના કારણે ઉત્પન્ન થયેલાં બેક્ટેરિયા વાળને જડમૂળથી નુકશાન પહોંચાડે છે અને વાળમાં હાજર કૈરોટિનૉઈડ એન્ઝાઈમને નુકશાન પહોંચાડે છે, જેના કારણે વાળમાં હાજર પ્રાકૃતિક ઓઈલને નુકશાન પહોંચાડે છે અને તેના કારણે વાળ ખરાબ થાય છે.