ફળ ખાવુ આરોગ્ય માટે ફાયદાકારક છે
શું રાત્રે ફળ ખાવુ સ્વાસ્થ્ય માટે લાભકારક છે?
રાત્રે સમજી વિચારીને ફળનુ સેવન કરવુ જોઈએ
કેટલાંક લોકો મહિના સુધી માત્ર ફ્રૂટ ડાયટ પર રહે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ તમારે રાત્રે સમજી વિચારીને ફળનુ સેવન કરવુ જોઈએ. આવો જાણીએ રાત્રે ફળ ખાતી વખતે તમારે કઈ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
રાત્રે ફળનુ સેવન કરતી વખતે આ બાબતોનુ ધ્યાન રાખો
- શુગર અથવા થાઈરોડના દર્દીઓએ રાત્રે મીઠા ફળ ના ખાવા જોઈએ.
- જો તમે રાત્રે તરબૂચ અથવા કોઈ અન્ય પાણીવાળુ ફળ ખાવો છો તો ત્યારબાદ પાણી પીવાથી બચો.
- રાત્રે ફળ ખાતા પહેલા અને બાદમાં ચા-કૉફી અથવા દૂધ ના પીવો.
- ખાવાની સાથે ફળ ના ખાવો. તમે પહેલા ફળ ખાઈ લો અને થોડી વાર પછી રોટલી અથવા ભાત ખાઓ.
- રાત્રે ખૂબ મોડુ થયુ હોય તો ફળનુ સેવન ના કરશો. પ્રયાસ કરો કે રાત્રે 8 વાગ્યા સુધી ફળ ખાઈ લો.
રાત્રે ફળ ખાવાના નુકસાન
- રાત્રે તમારે હાઈ કાર્બ્સવાળા ફળ જેવા કે કેરી અથવા કેળુ ના ખાવા જોઈએ. જેમાં વધુ કેલેરી હોય છે.
- રાત્રે ફળનુ સેવન કરવાથી પાચનની પરેશાની થઇ શકે છે, જેનાથી ઉંઘ ખરાબ થાય છે.
- મોડી રાત્રે ફાઈબર યુક્ત ફળ ના ખાશો નહીંતર પાચનમાં મુશ્કેલી થાય છે.
- જે લોકોને હાર્ટ બર્ન અથવા એસિડની સમસ્યા થાય છે તેમને રાત્રે ખાટ્ટા ફળ ના ખાવા જોઈએ.
- રાત્રે કેળા અને નારંગી એકસાથે ક્યારેય ના ખાશો. તેનાથી ગળામાં સુકાય છે.